January 16, 2025

‘આતંકવાદને જમીનમાં દાટી દઈશું’, અમિત શાહ જમ્મુ-કાશ્મીરમાં ગર્જ્યા

Amit Shah Rally In Kishtwar: જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી-2024 માટે પ્રચાર ચરમસીમાએ છે, ત્યારે રાજકારણીઓ એકબીજા પર પ્રહારો કરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે (16 સપ્ટેમ્બર) રાજ્યના કિશ્તવાડમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે વિરોધ પક્ષો પર જોરદાર નિશાન સાધ્યું હતું.

એક જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર ‘તેમના પરિવારની સરકાર’ બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં સત્તામાં નહીં આવી શકે. ઓમર અબ્દુલ્લા અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે રાજ્યમાં ફરી એકવાર આતંકવાદ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ ભાજપ સરકાર તેને જમીનમાં દાટી દેશે.

‘અમે આતંકવાદને જમીનમાં દાટી દઈશું’
આતંકવાદના મુદ્દે ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું કે કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરને ફરીથી આતંકવાદ તરફ ધકેલવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું, જો કોંગ્રેસ અને એસ સરકાર સત્તામાં આવશે તો તેઓ આતંકવાદ શરૂ કરશે. હું તમને વચન આપું છું. આતંકવાદને નીચે દફનાવી દેશે. આતંકવાદને એવી જગ્યાએ દફનાવી દેવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે કે તે ફરી પાછો ન આવી શકે.