December 29, 2024

Taiwanને સમર્થન કરનારનું અમે માથું ફોડી નાખીશું, ચીને આપી ધમકી

China-Taiwan: ચીને ગુરુવારે કહ્યું હતું કે તાઈવાનની આઝાદીનું સમર્થન કરનારાઓનું ‘માથું કાપી નાખવામાં આવશે અને લોહી વહાવવામાં આવશે’. ચીને કહ્યું કે તાઈવાનના સ્વ-શાસિત ટાપુની આસપાસ તેની સૈન્ય અભ્યાસનો હેતુ ‘ગંભીર ચેતવણી’ આપવાની છે. તાઈવાનની નૌકાદળે ચીનના ચિત્રોની તસવીરો શેર કરી છે.

હકીકતમાં, તાજેતરમાં જ તાઈવાનના નવા રાષ્ટ્રપતિ લાઈ ચિંગે પદના શપથ લીધા છે, જે દરમિયાન તેમણે પોતાના 30 મિનિટના ભાષણમાં ચીનને કડક ચેતવણી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ચીને તાઈવાનને ધમકી આપવાનું બંધ કરે. આ દરમિયાન તેમણે તાઈવાન સ્ટ્રેટમાં શાંતિ જાળવવાની વાત કરી હતી અને તાઈવાનમાં લોકતંત્રની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, જેના પછી ચીન નારાજ થઈ ગયું હતું.

ચીને તાઈવાનને સજા આપવા માટે યુદ્ધાભ્યાસ સરૂ કર્યા
એએફપીના અહેવાલ અનુસાર, તાઈવાન કોસ્ટ ગાર્ડે ઉત્તર તાઈવાનના દરિયાકાંઠે પેંગજિયા ટાપુની ઉત્તર-પશ્ચિમમાં ચીનનું લશ્કરી જહાજ દેખાય છે તેનો ફોટો શેર કર્યો છે. એએફપીએ અહેવાલ આપ્યો છે કે સ્વ-શાસિત ટાપુને સજા આપવાના હેતુથી લશ્કરી અભ્યાસના ભાગરૂપે ચીને નૌકાદળના જહાજો અને લશ્કરી વિમાનો સાથે તાઈવાનને ઘેરી લીધું હતું, કારણ કે તાઈવાનના નવા રાષ્ટ્રપતિએ લોકશાહીનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

ચીન તાઈવાન પર સંપૂર્ણ કબજો કરી લેશે: ચીની પ્રવક્તા
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને તાઈવાન ટાપુની આસપાસ ચીનની લશ્કરી અભ્યાસને ‘ગંભીર ચેતવણી’ ગણાવી છે. તેમણે કહ્યું કે જ્યારે ચીન તાઈવાન પર સંપૂર્ણ રીતે કબજો કરી લેશે તો તાઈવાનની આઝાદીની માંગ કરનારાઓના માથા તોડી નાખશે. આ સમય દરમિયાન બધે જ લોહી વહેશે. વાસ્તવમાં ચીન હંમેશા તાઈવાનને ચીનનો હિસ્સો ગણાવતું આવ્યું છે. ચીન ક્યારેય તાઈવાનને અલગ રાષ્ટ્રની માન્યતા આપવા માંગતું નથી. બીજી બાજુ, તાઈવાનના લોકો ઈચ્છે છે કે ચીન તેના પર પોતાનો અધિકાર જતાવાનું બંધ કરે. હવે ચીને નામ લીધા વગર આખી દુનિયાને ધમકી આપી છે.