ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતનું નિવેદન, અમે ત્યાંના સરપંચના સહયોગથી ચેકઅપ કર્યું
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોતનો મામલે હવે ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, અમારી હોસ્પિટલમાં અવારનવાર હેલ્થ કેમ્પ થાય છે. તેમજ ત્યાંના સરપંચના સહયોગથી અમે ચેકઅપ કર્યું છે. આ સિવાય જણાવ્યું છે કે 100 જેટલાં લોકોનું ચેક અપ કર્યું છે.
સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, અમારી હોસ્પિટલમાં અવારનવાર હેલ્થ કેમ્પ થાય છે. તેમજ ત્યાંના સરપંચના સહયોગથી અમે ચેકઅપ કર્યું છે. આ સિવાય જણાવ્યું છે કે 100 જેટલાં લોકોનું ચેક અપ કર્યું છે. 20 જેટલાં લોકોને વધુ સારવારની જરૂર હતી અમે તેમને સારવાર માટે બોલાવ્યા હતા. જેમા બે લોકોની હાલત ક્રિ્ટિકલ હતી. અમે તેમના પરિવારની સાથે છીએ.
આ પણ વાંચો: પૂર્વ આરોગ્યમંત્રી નીતિન પટેલે લીધી ખ્યાતિ હોસ્પિટલની મુલાકાત, મૃતકના પરિવારજનોને આપી સાંત્વના
આ સિવાય કન્સલ્ટ ફોર્મને લઇ ચિરાગ રાજપુતે જણાવ્યું છે કે, મારી પાસે ટેક્નિકલ જવાબ નથી. તેમજ પ્રશાંત વજીરાણીએ ઓપરેશન અટેન્ડ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલની બેદકારીને લઈને બે લોકોના મોત નીપજ્યા હતા.