મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, ‘અમે તૈયાર છીએ’
Lok Sabha Election: મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે શનિવારે કહ્યું કે, ચૂંટણી આયોગ 2024ની લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓ માટે તૈયાર છે. ચૂંટણી પંચ તરફથી બધી તૈયારીઓ લગભગ પુરી થઈ ગઈ છે. આ સાથે જ તેમણે ઓડિશામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી વિશે વાત કહ્યું કે, હું મીડિયાના માધ્યમ દ્વારા અનુરોધ કરુ છું કે લોકોએ લોકતંત્રના ઉત્સવમાં ભાગ લેવો જોઈએ. આથી ઉત્સાહ સાથે મતદાન કરવા આવવું જોઈએ.
ક્યારે થશે જાહેરાત?
ચૂંટણી આયોગ જલ્દી જ લોકસભા ચૂંટણી 2024ની જાહેરત કરે તેવી આશા છે. ઓડિશામાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી પર યોજાવાની છે. આથી લોકસભા ચૂંટણીની સાથે ઓડિશામાં ચૂંટણીની જાહેરાત એક સાથે થશે તેવી પણ શક્યતાઓ રહેલી છે. એવી પણ ધારણા કરવામાં આવેલી છે કે, એપ્રિલ અને મે મહિનામાં લોકસભા ચૂંટણી યોજાઈ શકે છે. મહત્વનું છેકે, 17મી લોકસભાનું કાર્યકાળ 16 જુન 2024ના રોજ પુરૂ થાય છે.
કેટલા તબક્કામાં થશે મતદાન
2014માં લોકસભા ચૂંટણી 9 તબક્કામાં યોજાઈ હતી. તો 2019માં સામાન્ય ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ હતી. હવે વર્ષ 2024ના ચૂંટણી યોજાવાની છે. જેમાં કેટલા તબક્કામાં મતદાન થશે તેની જાહેરાત પણ આવનારા સમયમાં કરવામાં આવશે.
સંગઠન અને ગઠબંધન વચ્ચે મુકાબલો
લોકસભા ચૂંટણી 2024માં મુખ્ય મુકાબલો બીજેપીની NDA અને વિપક્ષી દળોના ગઠબંધન INDIA વચ્ચે થવાનો છે. BJPએ પોતાની અને એનડીએ માટે ચૂંટણી માટે ટાર્ગેટ સેટ કરી નાખ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં યોજાયેલી એક સભામાં કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં BJPનો લક્ષ્ય 370 સીટ અને એનડીએનું લક્ષ્ય 400 બેઠકથી વધારેનો છે. બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનમાં રાજ્યોની અંદર ખેચતાણ ચાલી રહી છે.