માંડવીમાં મુખ્ય કેનાલમાં ગાબડું પડતા લોકોના ઘરો અને ખેતરોમાં ઘૂસ્યા પાણી

Surat: સુરતના માંડવીમાં મુખ્ય કેનાલમાં ગાબડું પડી જતાં આસપાસના ખેતરમાં પાણી ઘુસી ગયા છે. આ સિવાય ગામમાં કેટલાક ઘરોમાં પણ પાણી ઘુસી ગયા છે. જેને લઈને પોલીસ અને સિંચાઈ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
મળતી માહિતી અનુસાર ઉશ્કેર નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં ગાબડું પડી જતા લોકોના ઘરો અને ખેતરોમાં પાણી ઘુસી જવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે ગાબડું પડતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં નહેરના પાણી ઘુસી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. કેનાલના પાણી બંધ કરાયા પરંતુ સંપૂર્ણ કેનાલ ખાલી થતા સમય લાગશે. આ સિવાય બે દિવસ જેટલો સમય કેનાલના સમારકામ માટે લાગી શકે છે. નોંધનીય છે કે, 1957 માં કેનાલનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું. 1957 માં કેનાલનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું એ જગ્યા પર ભંગાણ પડ્યું છે.
આ પણ વાંચો: કન્નડ અભિનેત્રી રાન્યા રાવની ધરપકડ, એરપોર્ટ પરથી 14.8 કિલો સોના સાથે ઝડપાઈ