July 3, 2024

Water Crisis: ઉત્તર ભારતમાં જળસંકટનું શું છે કારણ? જાણો વૈજ્ઞાનિકોનો મત

Water Crisis: ગંગા નદી બેસિનમાં આ વર્ષે પાણીનો જથ્થો 17 ટકા ઓછો છે. તેનું કારણ છે હિમાલય પર ઓછી હિમવર્ષા. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે હિમાલયમાં બરફવર્ષાનો દર આ વર્ષે સૌથી નીચો રહ્યો છે, જેના કારણે બરફ પિગળતા નીકળતા પાણી પર નિર્ભર કરોડો લોકો માટે જળસંકટનું જોખમ વધી ગયું છે.

ગંગા નદી બેસિનમાં 17 ટકા ઓછો બરફ 

હિમાલયમાં બરફ ઓછી થઈ રહી છે. જેને કારણે ગંગા નદી બેસિનમાં બરફ ઓછો થયો છે. આ બરફ 17 ટકા ઓછો છે. આ 2018ની સરખામણીમાં વધુ ખરાબ સ્થિતિમાં પહોંચી ગયો છે. વર્ષ 2018માં 15 ટકા બરફ નોંધાયો હતો. એટલે કે ગંગા નદીનો જળ પ્રવાહ 17 ટકા ઘટી ગયો છે.

ICIMOD નેપાળનો ચોંકાવનારો અહેવાલ

આ રિપોર્ટ નેપાળ ખાતે આવેલ ઇન્ટરનેશન સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD) દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. હિમાલયમાં બરફ પહાડી વિસ્તારો અને મેદાની પ્રદેશોમાં વસતા 24 કરોડ લોકો માટે મુખ્ય જળસ્ત્રોત છે. હિંદુકુશના પહાડો પર સામાન્ય કરતાં ઓછી બરફવર્ષા થઈ છે.

12 નદીઓના પાણી માટે હિમાલયનો બરફ જરૂરી 

હિંદુકુશ હિમાલયમાં 23 ટકા ટકા બરફ ઓગળે છે ત્યારે 12 મુખ્ય નદીઓના બેસિનમાં પાણી વહે છે. પરંતુ આ સિવાય જુદી-જુદી નદીઓમાં જલપ્રવાહ બદલાઈ જાય છે. જેમકે હિંદુકુશ હિમાલયથી ઓગળતી બરફ અમુ દારીયા નદીમાં 74 ટકા જળ પ્રવાહ પેદા કરે છે. હેલમંડમાં 77 જલપ્રવાહ અને સિંધુ નદીમાં 40 ટકા જલપ્રવાહ આપે છે.

ગંગા નદીમાં ઓછા જલપ્રવાહથી કરોડો જીવન પર જોખમ

ગંગા નદી બેસિન: છેલ્લા 22 વર્ષમાં ગંગા નદીના જલપ્રવાહમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે. 2024 પહેલા વર્ષ 2018માં સૌથી ઓછી બરફ આ બેસિનમાં જમા થઈ હતી. તેરે આ બરફ 15.2 ટકા હતી. જ્યારે, 2015માં સૌથી વધુ બરફ 25.6 ટકા હતી. આ વર્ષે બરફવર્ષા ઓછી થતાં ગંગા બેસિનનો બરફ ઘટીને 17 ટકા થઈ ગયો છે. જેને કારણે ઉત્તર ભારતના અનેક મેદાનો અને પહાડી વિસ્તારોમાં હાલ જળસંકટ ઊભું થયું છે.