ચેતી જજો! હેર ટ્રીટમેન્ટ કરી શકે છે આટલું નુકસાન
અમદાવાદ: વાળને સ્મૂધ અને ચમકદાર બનાવવા માટે પહેલા નેચરલ વસ્તુઓનો ઉપયોગ થતો, પરંતુ સમયની સાથે બધા ક્ષેત્રમાં બદલાવ આવ્યા. આથી માર્કેટમાં સ્કિન કેરની સાથે હેર કેરના પ્રોડક્ટ્ અને ટ્રીટમેન્ટ આવી. જેમાં સુકા અને રફ વાળને ચમકદાર અને સ્મૂદ બનાવવા માટે કેરોટીન ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત લોકો વાળમાં હેર સ્ટ્રેટનિંગ પણ કરાવે છે. જેમાં ઘણા કેમિકલનો ઉપયોગ થાય છે. વર્કિંગ ગર્લ્સમાં તેનો વધારે ઉપયોગ થાય છે , પરંતુ આ ટ્રીટમેન્ટના ઘણા નુકસાન છે.
વાળમાં કેરોટીન અને હેર સ્ટ્રેટનિંગ કરવાની પ્રક્રિયા લગભગ 3 કલાક લાંબી છે. જેમાં ઘણા પ્રકારના કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ થાય છે. કેરોટીન લગભગ 3 મહિના સુધી ચાલે છે. અને હેર સ્ટ્રેટનિંગ ટ્રીટમેન્ટ પણ આજ વાત પર નિર્ભર કરે છે કે તમે કેટલા સમય સુધી તેને કરાવે છે. આ ટ્રીટમેન્ટ 6 મહિના અને 1 વર્ષ માટે થાય છે. આ માટે બીજી વખત ટ્રીટમેન્ટની સિટિંગ્સ લેવી પડે છે. જેના કારણે તમે ઘણી વખત કેમિકલ્સના સંપર્કમાં આવો છે, પરંતુ તમે વિચારી પણ નહીં શકો કે આ કોસ્મેટિક ટ્રીટમેન્ટ તમને કેટલી ગંભીર બીમારીઓનો શિકાર બની શકો છો.
કિડની ફેલ થવાનું જોખમ
26 વર્ષની મહિલાને હેર સ્ટ્રેટનિંગ કરવાની પ્રક્રિયાને કારણે કિડનીને નુકસાન થયું હતું. આ મહિલાએ 2020 અને 2022 ની વચ્ચે ત્રણ વખત સલૂનમાં વાળને સ્ટ્રેટ કરવાની પ્રક્રિયા કરાવી હતી. જેમાં ગ્લાયકોક્સિલિક એસિડ આધારિત ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહિલાને દરેક બેઠક પછી તાવ, ઝાડા, ઉબકા અને કમરનો દુખાવો જેવી સમસ્યાઓ થતી હતી. આ બાદ ડૉક્ટરોની તપાસમાં જાણવા મળ્યું કે મહિલાના લોહીમાં ક્રિએટિનાઇનનું સ્તર વધારે છે. જેના કારણે તેની કિડની યોગ્ય રીતે કામ કરી શકતી નથી.
કેન્સરનો ખતરો
વાળને સ્ટ્રેટ કરવામાં ઉપયોગમાં લેવાતા રસાયણો પણ મહિલાઓમાં સ્તન અને ગર્ભાશયના કેન્સરનું જોખમ વધારે છે. આ સિવાય તેનો વધુ પડતો ઉપયોગ મહિલાઓની પ્રજનન ક્ષમતાને પણ અસર કરે છે. જે મહિલાઓ વર્ષમાં 4 વખતથી વધુ વખત વાળને સ્ટ્રેટ કરવાની ટ્રીટમેન્ટ કરાવે છે. તેમને અન્ય મહિલાઓની સરખામણીમાં અંડાશય અને સ્તન કેન્સર થવાનું જોખમ 30 ટકા જેટલું વધારે હોય છે.
આ પણ વાંચો: એલન મસ્કની મોટી ડીલ, ટેસ્લાની કારમાં લાગશે આ ભારતીય કંપનીની ચિપ
સલામત વિકલ્પો શું છે?
હેર સ્ટ્રેટનિંગ ટ્રીટમેન્ટ કે કેરોટીન ટ્રીટમેન્ટને બદલે ડીપ કન્ડિશનિંગ કરવું જોઈએ. જે તમારા વાળને હાઇડ્રેટેડ રાખે છે અને નરમ બનાવે છે. કેમિકલ આધારિત ઉત્પાદનોનો ઉપયોગ કરવાને બદલે જો તમે નિયમિતપણે ઇંડા, દહીં વગેરેથી બનેલા હેર માસ્કનો ઉપયોગ કરો તો તમારા વાળને કુદરતી રીતે નરમ અને ચમકદાર બનાવી શકો છે. આ સાથે સારો આહાર અને પુષ્કળ પાણી પીવાથી પણ વાળના વિકાસમાં મદદ મળશે. જો તમે હેર સ્ટ્રેટનિંગ કરાવવા ઈચ્છો છો તો પહેલા કોઈ નિષ્ણાતની સલાહ લો અને ખૂબ કાળજી સાથે હેર ટ્રીટમેન્ટ કરાવો.