કંગનાને મળી રહી છે રેપની ધમકી, કહ્યું: ‘મારો અવાજ નહિ દબાવી શકો’
Kangana Ranaut News: BJP સાંસદ કંગના રનૌતે પંજાબના પૂર્વ સાંસદ સિમરનજીત સિંહ માનના તેમના બળાત્કારના અનુભવ વિશેના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. કંગનાએ કહ્યું કે આજે મને બળાત્કારની ધમકીઓ મળી રહી છે, આમ તેઓ મને ધમકી આપીને મારો અવાજ દબાવી નહીં શકે.
વાસ્તવમાં, પંજાબના પૂર્વ સાંસદે કંગના રનૌતના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો જેમાં તેણે દાવો કર્યો હતો કે ખેડૂતોના આંદોલન દરમિયાન બળાત્કાર થયો હતો. જેના જવાબમાં સિમરનજીત સિંહ માને કંગના પર નિશાન સાધ્યું હતું.
શું કહ્યું હતું સિમરનજીત સિંહ માને?
પંજાબના સંગરુરથી શિરોમણી અકાલી દળના પૂર્વ સાંસદ સિમરનજીત સિંહ માને કહ્યું હતું કે, “હું કહેવા તો નથી માંગતો પરંતુ કંગના રનૌતને રેપનો ઘણો અનુભવ છે. તેમને પૂછી શકાય કે રેપ કેવી રીતે થાય છે. જેથી કરીને લોકોને સમજાવી શકાય કે રેપ કેવી રીતે થાય છે.” તો, એમને પૂછવામાં આવ્યું કે કંગનાને રેપનો અનુભવ કેવી રીતે હોઇ શકે તો સિમરનજીત સિંહ માને કહ્યું કે જો તમે સાઇકલ ચલાવો છો તો તમને સાઇકલ ચલાવવાનો નથી મળતો… તે જ રીતે તેને રેપનો અનુભવ છે.
આ પણ વાંચો: PM મોદી પર અપમાનજનક ટિપ્પણીના મામલામાં શશિ થરૂરને કોર્ટનો ફટકો
જણાવી દઈએ કે હાલમાં જ હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા સાંસદ કંગના રનૌતે પોતાના એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, “પંજાબમાં ખેડૂતોના આંદોલન દરમિયાન ઉપદ્રવીઓએ હિંસા ફેલાવી હતી. ત્યાં લાશો લટકતી હતી અને રેપ કરવામાં આવી રહ્યા હતા. જો દેશમાં મજબૂત લોકો હોય, નેતૃત્વ ન હોત તો ભારતમાં પણ બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાઈ હોત”.
જોકે, ભાજપ ખુદને કંગનાના નિવેદનથી દૂર કરતી જણાઈ હતી. પાર્ટીએ કહ્યું કે આ કંગના રનૌતનો વ્યક્તિગત અભિપ્રાય છે. ભાજપે કંગના રનૌતને પણ ઠપકો આપ્યો હતો.