January 23, 2025

વાનખેડે મેદાન રોહિત શર્માની ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે

IPL 2024: આજે મુંબઈની ટીમ સાથે હૈદરાબાદની ટીમનો મુકાબલો છે. આજની મેચ રોહિત શર્મા માટે ખાસ રહેવાની છે. આજની મેચમાં રોહિત શર્મા મોટો રેકોર્ડ પોતાના નામે કરવાનો છે. આવો જાણીએ રોહિત શું બનાવશે આજે રેકોર્ડ.

મોટો રેકોર્ડ પોતાના નામે કરશે
IPL 2024ની 55મી મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આજે આમને સામને થશે. જીત કોઈ પણ ટીમની થાય પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા માટે આ મેચ ખૂબ જ ખાસ રહેવાની છે. રોહિત બેટિંગ કરવા આવતાની સાથે જ તે આજે મોટો રેકોર્ડ બનાવી લેશે. તે આજે જે રેકોર્ડ બનાવશે તે આજ સુધી કોઈ બેટ્સમેન બનાવી શક્યો નથી.

રોહિત શર્મા વાનખેડેમાં ઈતિહાસ રચશે
રોહિત શર્મા આઈપીએલમાં 254 મેચ અત્યાર સુધીમાં રમી ચૂક્યો છે. આજે તે પોતાની કારકિર્દીની 255મી મેચ રમશે. આજે જ્યારે તે બેટિંગ કરવા માટે ઉતરશે ત્યારે IPLમાં 250મી ઇનિંગ હશે. અત્યાર સુધીના ઈતિહાસમાં કોઈ પણ બેટ્સમેન IPLમાં 250 ઈનિંગ્સ રમી શક્યો નથી. આઈપીએલ ઈતિહાસમાં રોહિત શર્મા આ રેકોર્ડ સુધી પહોંચનાર પ્રથમ ખેલાડી બની જશે.

આ પણ વાંચો: IPL 2024: KKR સામે હાર્યા બાદ KL રાહુલે કહી આ વાત

સૌથી વધુ ઇનિંગ્સ રમનાર બેટ્સમેન
IPLમાં સૌથી વધુ ઇનિંગ્સ રમનાર બેટ્સમેનની વાત કરવામાં આવે તો 249 ઇનિંગ્સ – રોહિત શર્મા, 240 ઇનિંગ્સ- વિરાટ કોહલી, 230 ઇનિંગ્સ- દિનેશ કાર્તિક, 227 ઇનિંગ્સ- એમએસ ધોની, 221 ઇનિંગ્સ- શિખર ધવન છે. મુંબઈ ઈન્ડિયન્સ 3 મેના જે કોલકાતા સામે મેચ હતી. તેમાં રોહિત તે મેચનો ભાગ હતો. પરંતુ તે મેદાનમાં આવ્યો ન હતો. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો. રોહિત શર્માએ અત્યાર સુધી IPLમાં 254 મેચની 249 ઇનિંગ્સમાં 29.71ની એવરેજથી 6537 રન બનાવ્યા છે.