November 19, 2024

Vyommitra: વ્યોમમાં પગલાં પાડશે ‘વ્યોમમિત્રા’, એની કાર્યક્ષમતાથી ભલભલા ચોંકી જવાના

Vyommitra: ગગનયાન મિશન પહેલા ઇસરોની મહિલા રોબોટ વ્યોમિત્ર અવકાશ પર જવા માટે એકદમ તૈયાર છે. અવકાશ મિશનમાં વ્યોમિત્ર એટલે કે મહિલા રોબોટને મોકલવી જરૂરી છે. કારણ કે જો આ મિશન સફળ થાય છે તો જ પછી અવકાશયાત્રીઓ મોકલવામાં આવશે. પરંતુ તમને અહિંયા એ સવાલ પણ થતો હશે કે વ્યોમિત્ર એટલે શું? અવકાશમાં પહોંચીને આ સ્ત્રી રોબોટ કેવી રીતે કામ કરશે? જાણીએ આ અહેવાલમાં તમામ વિગતો.

તૈયારીઓ મોટા ભાગની પુર્ણ
દરેક ભારતીયની માત્ર એ આશા અને ઈચ્છા છે કે ચંદ્ર પર ભારતનો તિરંગો લહેરાય. ઈસરોની મહેનતના કારણે ગયા વર્ષના ચંદ્રયાન-3ને સફળતા મળી હતી. તેજ સમયે આગામી મિશનને લઈને જાહેરાત કરાઈ હતી. જેના કારણે તમામ ભારતીયની નજર આવનારા મિશન પર જોવા મળી રહી છે. ISRO ટૂંક સમયમાં આ મહિલા રોબોટને અવકાશમાં મોકલવા જઈ રહ્યું છે અને આ મિશન માટે તૈયારીઓ મોટા ભાગની પુર્ણ થઈ ગઈ છે.

આ પણ વાચો: Delhi: ડિવાઈસ કરશે કેન્સરના દર્દીનું ડિટેક્શન, AIIMSમાં AIથી ઈલાજ

વ્યોમિત્રનો અર્થ શું છે?
તમે પણ વિચારી રહ્યા હશો કે આ સ્ત્રી રોબોટનું નામ વ્યોમિત્ર છે પરંતુ તેનો અર્થ શું થાય? વ્યોમામિત્રનો અર્થ બે સંસ્કૃત શબ્દો વ્યોમા અને મિત્રાથી બનેલો છે. વ્યોમ એટલે અવકાશ અને મિત્ર એટલે મિત્ર. આ મહિલા રોબોટને માનવ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ રોબોટમાં તમને માનવ જેવું જ શરીર લાગશે. વ્યોમિત્રને માનવ પહેલા અવકાશમાં મોકલવાનું કારણ એ છે કે આ સ્ત્રી રોબોટ વિવિધ પરિમાણો પર નજર રાખીને એલર્ટ જારી કરી શકે છે અને લાઈફ સપોર્ટ ઓપરેશન પણ કરી શકે છે. આ સાથે પ્રશ્નોના જવાબ આપવામાં માટે પણ સક્ષમ છે. મહિલા રોબોટ અવકાશયાત્રીઓની જેમ કામ કરશે અને જરૂરી સૂચનાઓ સમજશે. તે ગ્રાઉન્ડ સ્ટેશન પર વૈજ્ઞાનિકો અને ટીમ સાથે સંપર્ક અને વાત પણ કરી શકશે.

આ પણ વાચો: Apple Aiના એંધાણ, CEOએ આપી દીધા મોટા સંકેત

Paytm ના કરો
ઓનલાઈન પેમેન્ટ એપ Paytmને મોટો ફટકો પડ્યો છે. આ ફટકો ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા આપવામાં આવ્યો છે. RBIએ Paytm પેમેન્ટ્સ બેંક પર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અને કોઈપણ પ્રકારની ડિપોઝિટ લેવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તમને જણાવી દઈએ 29 ફેબ્રુઆરી પછી, Paytm હવે બેંકિંગ સુવિધાઓ પ્રદાન કરી શકશે નહીં.