January 22, 2025

રાષ્ટ્રપતિની પસંદગી માટે તાઈવાનમાં આજે મતદાન, ચીનની અવડચંડાઇ

તાઈવાનમાં આજે 13 જાન્યુઆરીએ આઠમી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને આઠ કલાક સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ રહી હતી. ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાત્રે ઉમેદવારોએ પોતાનો પ્રચાર પૂર્ણ કર્યો હતો. આ ચૂંટણીના પરિણામો આગામી ચાર વર્ષ માટે ચીન સાથેના સંબંધોની દિશા નક્કી કરી શકે છે. આ ચૂંટણીમાં તાઈવાનની શાંતિ અને સ્થિરતા દાવ પર છે. નોંધનીય છે કે ચીને તાઈવાન પર પોતાનો દાવો જાહેર કર્યો હતો. સત્તાધારી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (ડીપીપી)નું પ્રતિનિધિત્વ વાઇસ પ્રેસિડેન્ટ લાઈ ચિંગ-ટે કરે છે. અને સ્વતંત્રતા માટે પાર્ટીને અભૂતપૂર્વ ત્રીજો વિજય મેળવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. લાઈ તેમના વતન તૈનાનમાં મતદાન કર્યું હતું.


ચીન તરફી કુઓમિન્તાંગ પાર્ટીના ઉમેદવાર હાઉ યુ-ઇહ ન્યૂ તાઈપેઈ શહેરમાં પોતાનો મત આપશે. તેને રાષ્ટ્રવાદી પાર્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી બાજુ યુવા મતદારોમાં લોકપ્રિયતા મેળવનાર તાઈવાન પીપલ્સ પાર્ટીના ઉમેદવાર વેન-જે તાઈપેઈમાં પોતાનો મત આપશે. તેઓ બે મુખ્ય રાજકીય પક્ષોનો વિકલ્પ રજૂ કરી રહ્યા છે. તૈનાનમાં લાઈએ જણાવ્યું હતું કે 1996 માં પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા તાઈવાનના મતદારોને ડરાવવાના હેતુથી ચીનના મિસાઈલ પરીક્ષણ અને સૈન્યના અભ્યાસને કારણે તેણે સર્જન તરીકેની તેમણે કારકિર્દી છોડી દીધી હતી. વધુમાં તેમણે કહ્યું, હું લોકતંત્રની રક્ષા કરવા માંગુ છું જે તાઈવાનમાં હમણાં જ શરૂ થઈ છે. મેં મારી ઉચ્ચ પગારવાળી નોકરી છોડી અને લોકશાહીમાં મારા વડીલોના પગલે ચાલવાનું નક્કી કર્યું. બીજી બાજુ તાઇવાનના પોલીસ દળના ભૂતપૂર્વ વડા અને રાજધાનીના ઉપનગરોના મેયર હોઉએ કહ્યું હતું કે બેઇજિંગ સાથેના સંબંધો પ્રત્યે લાઇનો અભિગમ અનિશ્ચિતતા અને યુદ્ધ પણ પેદા કરી શકે તેમ છે.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનની જનતા નથી સેફ, ફરી થયો મોટો ઘડાકો

ચીનની સૈન્ય ધમકીઓ કારણે કેટલાક મતદારોને સ્વતંત્રતા તરફી ઉમેદવારો સામે ફેરવી શકે છે પણ બીજી બાજુ અમેરિકા દ્વારા કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ સરકારની રચના થશે તો તેને સમર્થન આપવાનું વચન આપ્યું છે. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેનનું વહીવટીતંત્ર ચૂંટણી પછી તરત જ ટાપુ દેશમાં ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવાનું અને એક અનૌપચારિક પ્રતિનિધિમંડળ મોકલવાની યોજના ધરાવે છે. આ પગલું બેઇજિંગ અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાના પ્રયત્નોને અવરોધી શકે છે. ચીન સાથેના તણાવ ઉપરાંત, તાઇવાનની ચૂંટણી મોટાભાગે સ્થાનિક મુદ્દાઓ પર આધારિત છે, ખાસ કરીને અર્થતંત્ર, જે ગયા વર્ષે માત્ર 1.4 ટકા વધ્યું હતું.

ચીનની અવડચંડાઇ
ચીન દ્વાર કહેવામાં આવ્યું કે જો યુદ્ધથી તમારે બચવું હોય તો યોગ્ય પસંદગી કરો. ચીનના અધિકારીઓએ ચૂંટણીને યુદ્ધ અને શાંતિ વચ્ચેની પસંદગી ગણાવી છે. ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે ચીન દ્વારા અમેરિકાને ચેતવણી આપવામાં આવી છે કે તે તાઈવાનના મુદ્દે ક્યારેય પાછળ નહીં હટે. ચીન ધીમે ધીમે ધાકધમકીની રણનિતી અપનાવી તાઇવાનને નબળું પાડવાની કોશિશ કરી રહ્યું છે. નિવૃત્ત બ્રિટિશ જનરલ સર રિચાર્ડ બેરોન્સે ચેતવણી આપી હતી કે વધતી જતી કવાયતો અને ચીનની ઘૂસણખોરી અને ધમકીઓથી એવી આશંકા છે કે નાની ગેરસમજ મોટા યુદ્ધને કારણભૂત બનાવી શકે છે. નોંધનીય છે કે ઇઝરાયલ-હમાસ અને રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે એક નાની ભૂલને કારણે ચીન-તાઈવાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થાય તેવી સંભાવના છે. આ યુદ્ધના પરિણામે વિશ્વની વ્યવસ્થા બગડી જશે. ઉલ્લેખનીય છે કે આજે તાઈવાનમાં આઠમી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન સવારે 8 વગ્યેથી શરૂ થયું હતું.