November 9, 2024

‘મતદાન કરો અને મેળવો બમ્પર ડિસ્કાઉન્ટ’, જાણો કઈ કંપનીએ કેવી ઓફર આપી

અમદાવાદ: હાલ દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે. પહેલા તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે, ત્યારે આજે 80થી પણ વધારે બેઠકો પર બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. એ બાદ પણ હજુ પાંચ તબક્કામાં મતદાન થવાનું છે. આ ચૂંટણીના માહોલમાં ચૂંટણી પંચ સહિત વિવિધ સંસ્થાઓ વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. જેમાં હવે કેટલીક કંપનીઓ અને માર્કેટ પણ અલગ અલગ જાહેરાત કરીને લોકોને મતદાન વધારવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

ફ્લાઈ્ટથી લઈને ફૂડ સુધી ઓફર
ઘણી કંપનીઓ લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવી રહી છે. જેમાં મતદાન કરનારને અલગ અલગ પ્રોડક્ટ અને સેવા પર ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી છે. મતદાતાઓ માટે આ ડિસ્કાઉન્ટની રકમ ખુબ મોટી છે.

સસ્તામાં ફ્લાઈટની ટિકિટ
એર ઈન્ડિયા એક્સપ્રેસે 18થી 22 વર્ષના પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોને મતદાન કરવા પર ખાસ છુટની જાહેરાત કરી છે. જો કોઈ મતદાતા પહેલી વખત મતદાન માટે પોતોના સંસદીય વિસ્તારમાં જવા માંગે છે. તેમને એર ઈન્ડિયામાં 19 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ ડોમેસ્ટિક ફ્લાઈટ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંને માટે છે. આથી જો તમે યુવાન છો અને પહેલી વખત મતદાન કરવા તમારા ઘરે આવશો તો તમને ઓછા ભાવમાં ફ્લાઈટની ટિકિટ મળશે.

ભાડા પર મળશે ડિસ્કાઉન્ટ
ઈલેક્ટ્રિક વ્હીકલ રાઈડ હેલિંગ સર્વિસ આપનારી કંપની બ્લૂસ્માર્ટે મતદાતાઓને આવવા-જવાના ભાડામાં ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. આ કંપનીએ દિલ્હી અને બેંગ્લોરમાં મતદાતાઓને પોલિંગ બુથ સુધી લઈ જવા અને ત્યાંથી પરત આવવા માટે પોતાના વ્હીકલના ભાડામાં છુટ આપી છે. આ ઉપરાંત બેંગ્લોરમાં વોટર્સ એમ્યુજમેન્ટ પાર્ક ચેન વન્ડરલાની ટિકિટમાં 15 ટકાની છુટ મળી રહી છે.

અહીં પણ મળશે છુટ
એનરિચ પોતાની સલૂન ચેનમાં વોટર્સને 50 ટકા કે તેથી પણ વધારે ડિસ્કાઉન્ટ અથવા તો રિવાર્ડ પોઈન્ટમાં છુટ આપી રહી છે. આ ઓફર અમદાવાદ, બેંગ્લોર, મુંબઈ, ઈન્દોર, પુણે જેવા શહેરોમાં છે. ઓફર મતદાનના દિવસથી એક અઠવાડિયા સુધી માટે વેલિડ છે. નોએડામાં વોટર કેફે ડેલ્હી હાઈટ્સ, એફ બાર, આઈ સેક્ડ ન્યૂટન, નોએજા સોશિયલ , ધ બીયર કેફે જેવી જગ્યાએ સ્પેશિયલ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો.