November 9, 2024

વોડાફોન આઈડિયાને સહન ન થયો સુપ્રીમ કોર્ટનો ઝટકો, શેરમાં 15% સુધીનો ઘટાડો

Vodafone IDea AGR Dues: ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાને ગુરૂવારે સુપ્રીમ કોર્ટના એક ફેંસલાથી મોટો ઝટકો લાગ્યો છે. કંપનીનો સ્ટોક લગભગ 15 ટકા સુધી ઘટી ગયો છે. રોકાણકારોને આજે મોટી રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. ખરેખરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ટેલિકોમ કંપનીઓ સામે સમાયોજિત કુલ આવકના ફેંસલાને યથાવત રાખતા અને એજીઆર માગની માત્રાને યથાવત રાખવાનો ફેંસલો કર્યો છે. જેની અસર ટેલિકોમ કંપનીઓમના શેર પર જોવા મળી રહી છે. સીએનબીસીટીવી 18ની ખબર અનુસાર, સુપ્રીમ કોર્ટે પોતાના ફેંસલામાં ઉલ્લેખ કર્યો છે કે, ક્યૂરેટિવ અરજીઓ અને સંબંધિત દસ્તાવેજોને જોયા છે સાથે જ કહ્યું છે કે ટેલિકોમ કંપનીઓ દ્વારા કોઈ મામલો બનાવવામાં આવ્યો નથી. ટેલિકોમ કંપનીઓએ AGR લેણાંની ગણતરીમાં અંકગણિતીય ભૂલોનો દાવો કર્યો હતો.

ભારતી એરટેલ માટે ભાગીદારી વધારવાની સંભાવના
ખબર અનુસાર, જાણકારોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટથી રાહત મળવા પર વોડાફોન આઈડિયા માટે રૂ.5 પ્રતિ શેર વધી શકે છે. પરંતુ પ્રતિકુળ ફેંસલાને જોતા કંપનીની રોકડ પ્રવાહની સ્થિતિ વધુ ખરાબ બની શકે છે. તેમનું એવુ પણ કહેવું છે કે, વોડાફોન આઈડિયાને રાહત ન મળતા તેમને ભારતી એરટેલ માટે આગળ પણ બજારમાં ભાગીદારી વધારવાની સંભાવના નજર આવી રહી છે. હવે તે વાત પર નજર રહેશે કે વોડાફોન આઈડિયા સુપ્રીમ કોર્ટના પ્રતિકૂળ ફેંસલાને જોતા પોતાનું ઋણ એકઠું કરવાની યોજના બનાવી શકે છે અથવા કંપની માટે તેની મૂડી ખર્ચ યોજનાઓ ચાલુ રાખવા માટે આ ડેટ ફંડ એકત્ર કરવું મહત્વપૂર્ણ રહેશે.

વોડાફોન આઈડિયાના શેર
IIFL સિક્યોરિટીઝ અનુસાર, ભારતી એરટેલ પાસે હાલમાં AGR લેણાં તરીકે રૂ. 36,000 કરોડ છે. વોડાફોન આઈડિયાના શેર્સ તેની ફોલો-ઓન પબ્લિક ઓફર કિંમત ₹11થી નીચે આવી ગયા છે. બપોરે શેર 11 રૂપિયાની ઉપર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

થોડા દિવસો પહેલા બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૅક્સે કહ્યું હતું કે વોડાફોન આઈડિયા (VIL) ની તાજેતરની મૂડી-વધારો, જોકે હકારાત્મક હોવા છતાં તેના બજારહિસ્સામાં ઘટાડો રોકવા માટે પૂરતો નથી. બ્રોકરેજ કંપનીએ આગામી ત્રણ-ચાર વર્ષમાં કંપનીના માર્કેટ શેરમાં ત્રણ ટકાની ખોટની આગાહી કરી છે.