December 26, 2024

વોડાફોન-આઈડિયાએ કરોડો યુઝર્સને આપ્યો ફરી ઝટકો

Vodafone Idea: વોડાફોન આઈડિયાએ તેના કરોડો યુઝર્સને ફરી વાર મોટો ઝટકો આપ્યો છે. ટેલિકોમ કંપનીએ તેના સસ્તા રિચાર્જમાં મળતા બેનિફિટ્સમાં ઘટાડો કરી દીધો છે. કંપનીએ 23 રૂપિયાના પ્લાનમાં ફેરફાર કર્યો છે. આ પ્લાનમાં પહેલા દરરોજ 1.2GB ડેટા મળતો હતો, જે હવે ઘટાડી દેવામાં આવ્યો છે.

સસ્તા પ્લાન માટે ડેટા ઘટાડ્યો
જે લોકોને ઈમરજન્સી ડેટાની જરૂર છે તે લોકો આ રૂપિયા 23 પ્રીપેડ ડેટાનો પ્લાન કરતા હોય છે. ગયા વર્ષના આ પ્રીપેડ ડેટા પેક લોન્ચ કરવામાં આવ્યો હતો. જોકે કંપનીએ તેમના આ પ્લાનમાં ફેરફાર કર્યો નથી. આવા ઘણા કારણોથી વોડાફોન આઈડિયાના યુઝર્સ સતત ઘટી રહ્યા છે. મહત્વની વાત એ છે કે ભંડોળના કારણે કંપની હજૂ સુધી કોઈ 5G સેવા શરૂ કરી શકી નથી.

આ પણ વાંચો:  શિયાળામાં આ રીતે સરળ રીતે બનાવો બાજરાના રોટલા, ફાટ્યા વગર બનશે એકદમ મસ્ત

ડેટા કર્યો ઓછો
Vodafone-Ideaએ આ પ્લાનની કિંમતમાં વધારો નથી કર્યો નહીં અને તેના ડેટામાં ઘટાડો કરી દીધો છે. 1 દિવસની વેલિડિટીવાળા આ સસ્તા રિચાર્જ પ્લાનમાં હવેથી ત્ર 1GB ડેટા મળશે. કંપનીએ આ પ્લાનમાં 200MB ઓછો ડેટા ઓછો કરી દીધો હતો. જોકે યુઝર્સને તેનાથી કંઈ ખાસ ફરક પડવાનો નથી. યુઝર્સ 3 રૂપિયા વધુ ખર્ચીને 1 દિવસની વેલિડિટી સાથે 1.5GB ડેટા પણ મેળવી શકે છે.