December 23, 2024

રામપથ પર સ્માશાન જેવો સન્નાટો, તાપ વધ્યો રામભક્તો ઘટ્યાં

Ramlala Mandir Ayodhya: અયોધ્યામાં રામલલાના દર્શન માટે લોકો દુર દુરથી આવે છે. દેશમાંથી તો આવે છે પરંતુ વિદેશમાંથી પણ ભક્તો અયોધ્યામાં દર્શન માટે આવે છે. પરંતુ હાલ અયોધ્યામાં રામલલાના ભક્તોની સંખ્યામાં બે ગણો ઘટાડો થયો છે.

ભક્તોની સંખ્યામાં ઘટાડો
સામાન્ય દિવસોમાં અયોધ્યામાં દોઢ લાખ ભક્તો રામલલાના દર્શન કરવા આવતા હોય છે. તે સંખ્યા ઘટીને 1.15 લાખ થઈ ગઈ છે. તેનું કારણ ભારે ગરમી હોવાનું માનવામાં આવી રહ્યું છે. રામલલાના દર્શનાર્થીઓની સંખ્યામાં ધટાડો એ વાતની સાક્ષી પૂરાવે છે કે દેશમાં ભારે ગરમી પડી રહી છે. દરરોજ જ્યાં દોઢ લાખ ભક્તો દર્શન માટે આવતા હોય છે અને હવે તેની સંખ્યા 1.15 લાખ થઈ ગઈ છે.

રામપથ થયો સુમસામ
ભક્તોની ઓછી સંખ્યા પાછળનું કારણ આકરી ગરમી હોય શકે છે. જે જગ્યા ઉપર ભક્તોને પગ રાખવાની પણ જગ્યા ના હોય તેવી જગ્યા અત્યારે ખાલી ખાલી જોવા મળી રહી છે. ઘણા ભક્તો પણ ગરમીના કારણે બેહોશ થવાના કિસ્સા સામે આવ્યા છે. બુધવારે 65,282 ભક્તો હાજર હતા તો ગુરુવારે આ સંખ્યા ઘટીને 50,115 થઈ ગઈ હતી. ટ્રસ્ટે ભક્તો માટે પણ વ્યવસ્થા કરી છે. જેમાં પાણીથી લઈને છાંયડાની વ્યવસ્થા કરાઈ છે. માર્ગ પર કુલર અને પંખાની સાથે . ભક્તોને ORS પેકેટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Keralaમાં ચોમાસાની પધરામણી, Gujaratમાં આ તારીખે પધારશે મેઘરાજા!

ગુજરાતમાં આ તારીખે પડશે વરસાદ
દેશના દરેક વિસ્તારમાં હાલ ભારે ગરમી પડી રહી છે. લોકો ગરમીના કારણે કંટાળી ગયા છે. જોકે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ભારે ગરમીના કારણે લોકોમાં બિમાર પણ પડી રહ્યા છે. ગરમીથી કંટાળીને લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે આ ગરમીથી તમને જલ્દી રાહત મળી શકે છે. કારણ કે ચોમાસાનું આગમન કેરળમાં થઈ ગયું છે. જેના કારણે થોડા જ દિવસોમાં અંદાજે 15 જૂનની આસપાસ ગુજરાતમાં મેઘરાજા આવી જશે.