પહલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓ માટે વિઝા મુક્તિ બંધ, જાણો શું છે સાર્ક વિઝા યોજના?

SAARC Visa Scheme: પહલગામ આતંકવાદી હુમલા બાદ મળેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. તેમાંથી એક નિર્ણય વિઝા રદ કરવાનો હતો. તમને જણાવી દઈએ આવું થવાથી સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ ભારતની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઈન્ડિયામાં કોઈપણ પાકિસ્તાની નાગરિક હશે તેને 48 કલાકની અંદર દેશ છોડવો પડશે. ઈન્ડિયા તરફથી આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે સાર્ક વિઝા મુક્તિ યોજના શું છે?
આ પણ વાંચો: સિંધુ કરાર શું છે અને તેનાથી પાકિસ્તાનને શું ફરક પડે?
સાર્ક વિઝા યોજના શું છે?
આ યોજના વર્ષ 1992માં કરવામાં આવી હતી. આ યોજના સાર્ક દેશો વચ્ચે મુસાફરી સરળ બનાવવા માટે કરવામાં આવી હતી. જેમાં , ભૂટાન, ભારત, માલદીવ, અફઘાનિસ્તાન, નેપાળ અને પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે ઈન્ડિયામાં આ સુવિધા ભૂટાન અને પાકિસ્તાન, નેપાળના નાગરિકોને લાગુ પડતી નથી. નેપાળ અને ભૂટાનના નાગરિકોને ભારત આવવા માટે વિઝાની કોઈ જરુર પડતી નથી. ભારત અને પાકિસ્તાનના લોકોને ફક્ત કેટલીક સિરીઝમાં વિઝા આપવામાં આવ્યા હતા. આ વિઝા ઓનલી એક વર્ષ માટેનો હતો. ફક્ત 10 સ્થળોની મુલાકાત તેમાં લઈ શકાતી હતી. 2015માં ભારતે પાકિસ્તાની ઉદ્યોગપતિઓ માટે બહુ-રાજ્ય બિઝનેસ વિઝાને મંજૂરી આપી હતી. પાકિસ્તાની ઉદ્યોગપતિઓ ભારતમાં 3 વર્ષ સુધી રહી શકશે અને 10 ને બદલે 15 સ્થળોએ મુસાફરી કરી શકશે. વર્ષ 2019માં પુલવામાં હુમલો થયો હતો. આ પથી વર્ષ 2019માં કરતારપુર સાહિબ કોરિડોર ખોલી દેવામાં આવ્યો હતો. આ પછી ગઈકાલે કેબિનેટે પહલગામ હુમલા પછી વર્ષ 2015માં આપવામાં આવેલા છૂટછાટના આદેશને સત્તાવાર રીતે સ્થગિત કરવામાં આવ્યો હતો.