December 23, 2024

કેએલ રાહુલના સમર્થનમાં આવ્યો વિરેન્દ્ર સેહવાગ, LSG માલિકને આપ્યો ઠપકો

IPL 2024: હાલમાં જ લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કાનો વીડિયો વાયરલ થઈ રહ્યો હતો. આમાં તે કેએલ રાહુલ પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો કારણ કે એલએસજીને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ખૂબ જ ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો. નોંધનીય છે કે, હૈદરાબાદે લખનૌને 62 બોલ બાકી રહેતા 10 વિકેટે હરાવ્યું હતું. લોકોએ સંજીવ ગોએન્કાની ખરાબ વર્તણૂક માટે તેમની આકરી ટીકા કરી હતી. હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે સંજીવ ગોયન્કા પર નિશાન સાધ્યું છે. સેહવાગના કહેવા પ્રમાણે, સંજીવ 400 કરોડ રૂપિયાનો નફો કમાઈ રહ્યો છે તો તેને ચિંતા કરવાની શું જરૂર છે.

400 કરોડનો નફો
ક્રિકબઝ પર ચર્ચા કરતી વખતે, વીરેન્દ્ર સેહવાગે કહ્યું, ‘તે બધા બિઝનેસમેન છે અને તેઓ માત્ર નફા અને નુકસાનની ભાષા સમજે છે. પણ અહીં કોઈને ખોટ નથી તો એમને શું તકલીફ છે? તે 400 કરોડ રૂપિયાનો નફો કમાઈ રહ્યાં છે અને આ એક એવો બિઝનેસ છે જ્યાં તેને કંઈ કરવાની જરૂર નથી. તમારે આ બાબતો પર ધ્યાન આપવું પડશે કારણ કે પરિણામ ભલે ગમે તે હોય, તેમને ફાયદો મળી રહ્યો છે.’

આ પણ વાંચો: બંગાળમાં હિન્દુઓ ‘બીજા વર્ગના નાગરિક’ બન્યા, PM મોદીએ TMC પર નિશાન સાધ્યું

તે માલિકનું કામ નથી
વધુમાં સેહવાગે આગળ કહ્યું, ‘માલિકનું કામ એ હોવું જોઈએ કે જ્યારે પણ તે પ્રેસ કોન્ફરન્સમાં અથવા ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને મળે ત્યારે તેમનું મનોબળ વધારવાનો પ્રયાસ કરે, પરંતુ જ્યારે માલિક આવીને પૂછે છે કે શું ચાલી રહ્યું છે અને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે? અથવા તેઓ કોઈ ચોક્કસ ખેલાડી પર પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કરે છે. જુઓ, ખેલાડીઓ અને કોચ ટીમને ચલાવે છે, તેથી માલિકો માટે સારું રહેશે કે તે ટીમના પ્રદર્શન અથવા ખેલાડીઓ પર પ્રશ્ન ન ઉઠાવે.”

શું કેએલ રાહુલ એલએસજી છોડશે?
વાયરલ વીડિયોમાં કેએલ રાહુલે સંજીવ ગોયન્કાની સામે ઉભા રહીને બધું સાંભળ્યું. આવી સ્થિતિમાં લોકો અનુમાન લગાવવા લાગ્યા કે કેએલ રાહુલ આઈપીએલ 2024 પછી લખનૌ સુપર જાયન્ટ્સ છોડી શકે છે. આ સિવાય એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે રાહુલ લીગ તબક્કાની છેલ્લી 2 મેચોમાં એલએસજીની કેપ્ટનશીપ નહીં કરે. તમને જણાવી દઈએ કે રાહુલે SRH સામેની મેચમાં 33 બોલમાં 29 રન બનાવ્યા હતા.