January 23, 2025

વિરાટ કોહલીનો ‘જબરો ફેન’, જાદુ કી જપ્પી આપી કર્યું આવું

IPL 2024: વિરાટ કોહલી જે પણ જગ્યાએ મેચ રમવા જાય છે ત્યાં તેમના ચાહકો તેને મળવા માટે ઉત્સુક ચોક્કસ હોય છે. ગઈ કાલની મેચ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. આટલી બધી સુરક્ષા હોવા છતાં એક ચાહક વિરાટને મળવા માટે પહોંચી ગયો હતો. જેનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટનો ચાહક તેને ગળે લગાવી રહ્યો હતો. વિરાટના ફેનએ આરસીબીની જર્સી પણ પહેરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ઝલક મેળવવા ઉત્સુક
વિરાટ કોહલીની ફેન લીસ્ટ ખુબ વિશાળ છે. જે જગ્યા પર જાય તે જગ્યા પર વિરાટ વિરાટની બુમો પડતી હોય છે. તેના ચાહકો તેને મળવા માટે એકદમ ક્રેઝી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ખેલાડીનો એક ચાહક શનિવારે સુરક્ષાના ઘેરાથી બચીને મિડ-ફિલ્ડમાં પ્રવેશ્યો હતો. તેણે વિરાટ કોહલીને જાદુ કી જપી આપી હતી. ત્યારબાદ તે ચુપચાપ બહાર પણ આવી ગયો હતો. આ તમામ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: IPL 2024: વિરાટ કોહલીના નામે બન્યો આ શરમજનક રેકોર્ડ!

વફાદાર ફેન
તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી કે કોઈ ફેન આવી રીતે તેને મેદાનમાં મળવા માટે પહોંચ્યો હતો. ઘણી વખત આવા બનાવો બન્યા છે. IPL 2024માં RCBની પ્રથમ મેચમાં પણ એક ચાહક સુરક્ષા કોર્ડન તોડીને કોહલીને મળવા મેદાનની વચ્ચે પહોંચ્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ IPL 2024ની જ વાત નથી ઘણી બધી મેચ દરમિયાન તેને મળવા માટે તેના ફેન ચાલુ મેચમાં મેદાનમાં પહોંચી જાય છે.

વિરાટ કોહલીનું રેકોર્ડ પ્રદર્શન
વિરાટ કોહલીએ ગઈ કાલની મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. વિરાટ IPLમાં 7500 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે. IPL 2024ની ઓરેન્જ કેપ કોહલી પાસે છે. તેણે તેની કારકિર્દીની આઠમી આઈપીએલ સદી ફટકારી છે. જોકે આરસીબીના પ્રદર્શનમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. ચોથી વખત હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગઈ કાલની મેચમાં હાર મળતાની સાથે તે પોઈન્ટ ટેબલમાં આઠમાં સ્થાન પર પહોંચી ગયું છે.