વિરાટ કોહલીએ રિંકુ સિંહને બાળકની જેમ ચીડવ્યો, જુઓ વીડિયો
IPL 2024: ગઈ કાલની મેચમાં વિરાટ કોહલી RCB માટે સૌથી વધુ સિક્સર ફટકારી છે. પરંતુ આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે વિરાટ કોહલીએ રિંકુ સિંહને બાળકની જેમ ચીડવ્યો હતો.
બોલ ફેંક્યો
આ જ મેચનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે વિરાટ 2 રન લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે સમયે થ્રોમાં બચ્યા બાદ કોહલીએ રિંકુ સિંહને બાળકની જેમ ચીડવ્યો હતો.ફિલ્ડિંગ કરી રહેલા રિંકુ સિંહે ઝડપથી વિકેટકીપર તરફ બોલ ફેંક્યો હતો. કોહલીએ આઉટ થવાથી બચવા ડાઈવ લગાવી અને પોતાને બચાવી લીધો હતો. તેણે કેટલો ચીડવ્યો તે પણ આ વીડિયોમાં સારી રીતે જોવા મળી રહ્યું છે. જો કે, બાદમાં આ મેચમાં RCBને 7 વિકેટથી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ સિઝનમાં RCBને 2જી વખત હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
View this post on Instagram
આ પણ વાંચો: એક વર્ષ પછી વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર આમનેસામને
ઓરેન્જ કેપની રેસમાં આગળ
વિરાટ કોહલીએ આ મેચમાં 83 રનની ઇનિંગ રમી હતી. પંજાબ કિંગ્સ સામેની મેચમાં પણ તેણે તેની બેટિંગનો જલવો બતાવ્યો હતો. KKR સામેની ઇનિંગ્સ બાદ તે ઓરેન્જ કેપની રેસમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. ઓરેન્જ કેપની લીસ્ટમાં હેનરિક ક્લાસેન બીજા સ્થાન પર છે. રિયાન પરાગ ત્રીજા સ્થાને તો જુ સેમસન ચોથા સ્થાને છે.
સિક્સરનો રેકોર્ડ
IPLમાં કોઈપણ એક ટીમ માટે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના નામે નોંધાયેલો છે. આ પહેલા આ રેકોર્ડ પૂર્વ આરસીબી ઓપનર ક્રિસ ગેલના નામે હતો. ગેલે RCB માટે 85 મેચ રમી અને આ દરમિયાન તેણે 239 સિક્સર ફટકારી હતી. જો કે વિરાટ કોહલીએ 240 મેચમાં 240 સિક્સર ફટકારી છે. ગેઈલ હવે બીજા સ્થાને પહોંચી ગયો છે. ત્રીજા નંબર પર એબી ડી વિલિયર્સનું નામ છે, જેમણે RCB માટે 156 મેચમાં 238 સિક્સર ફટકારી હતી.