December 22, 2024

આહા… વિરાટે કર્યો નાગીન ડાન્સ, વીડિયો વાયરલ

IND vs BAN: ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટમાં 280 રને જીત પ્રાપ્ત કરી છે. આ સમયનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ જોવા મળી રહ્યો છે. વિરાટ બાંગ્લાદેશ ટીમના ખેલાડીઓને નાગિન ડાન્સનો ઈશારો કરીને ચીડવી રહ્યો છે. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

નાગિન ડાન્સ કર્યો
ભારતીય ટીમ બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 280 રને જીતી લીધી છે. આ પછીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિરાટ બાંગ્લાદેશ ટીમના ખેલાડીઓને નાગિન ડાન્સનો ઈશારો કરીને ચીડવી રહ્યો છે. આ વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કોહલીના ફેન્સ આ જોઈને ખૂબ ખુશ જોવા મલી રહ્યા છે. વિરાટ આવું કરીને બાંગ્લાદેશની ટીમને ચીડવી રહ્યો હતો તેનું કારણ એ છે કે જ્યારે જ્યારે બાંગ્લાદેશની ટીમ મેચ જીતે છે, ત્યારે તેઓ નાગિન ડાન્સ કરીને તેની ઉજવણી કરે છે. જેને ધ્યાનમાં રાખીને વિરાટે પણ આ વખતે ચીડવવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: ભારતે બાંગ્લાદેશ સામે ઐતિહાસિક જીત નોંધાવી, આવું 92 વર્ષમાં પહેલીવાર બન્યું

કાનપુર ટેસ્ટમાં કોહલી અપેક્ષા
ચેન્નાઈ ટેસ્ટ મેચની બંને ઈનિંગ્સમાં વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું હતું. વિરાટનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું. હવે આવનારી મેચમાં તે સારું પ્રદર્શન કરશે અને ચાહકોની આશા પર ખરો ઉતરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી. પહેલી ટેસ્ટ મેચમાં તે ખાલી 27 રન બનાવવામાં સફળ રહ્યો હતો. હવે આવનારી મેચમાં તેના પર વધારે દબાણ ચોંક્કસ જોવા મળશે. તમને જણાવી દઈએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શ્રેણીની બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરના મેદાન પર રમાશે.