December 22, 2024

વિરાટે અશ્વિન સામે માથું કેમ નમાવ્યું?

IND vs BAN: ભારતે પ્રથમ ટેસ્ટ મેચ 280 રને પ્રાપ્ત કરી હતી. આ મેચમાં અશ્વિનની ભૂમિકા ઘણી ખાસ જોવા મળી હતી. તેણે આ મેચ દરમિયાન સદી પણ ફટકારી હતી અને 5 વિકેટ પણ લીધી હતી.

આર અશ્વિનની ભૂમિકા ઘણી મહત્વની
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ટીમ ઈન્ડિયાની જીત થઈ છે. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓની ખાસ ભૂમિકા જોવા મળી હતી. તેમાં પણ આર અશ્વિનની પણ ઘણી ભૂમિકા ઘણી મહત્વની રહી છે. અશ્વિને આ મેચની પ્રથમ ઇનિંગ દરમિયાન શાનદાર સદી ફટકારી હતી. એટલુ જ નહીં પાંચ વિકેટ પણ લીધી હતી. પાંચ વિકેટ લેતાની સાથે તે ઘણો ખુશ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ પાંચ વિકેટ ઝડપનાર ખેલાડીઓની યાદીમાં અશ્વિન બીજા સ્થાને છે.

વિરાટ કોહલીની ખાસ સ્ટાઈલ
અશ્વિને બાંગ્લાદેશ સામે પાંચ વિકેટ ઝડપવાની આ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મેહદી હસન મિરાજના આઉટ થવાની ઉજવણી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ કરી રહ્યા હતા. આ સમયે વિરાટે અશ્વિનને અભિનંદન આપવા માથું નમાવ્યું હતું. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાની બીજી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાવાની છે.

આ પણ વાંચો: ના ગિલ, ના હાર્દિક; આ ક્રિકેટર અનન્યા પાંડેનો ક્રશ

બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની ટીમ
પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, આર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, આકાશ દીપ , જસપ્રિત બુમરાહ, યશ દયાલ.