કોહલી પર દંડ લાગતા Sam Konstasએ કર્યો ખુલાસો
Virat Kohli-Sam Konstas: મેલબોર્નના મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં કોહલી ખૂબ ચર્ચામાં આવ્યો છે. તેને ઘણી ટીકાનો સામનો કરવાનો વારો આવ્યો છે. વિરાટ અને કોન્સ્ટાસ વચ્ચે મેદાનમાં જોરદાર બોલાચાલી થઈ હતી. આ બદલ વિરાટને દંડ ફટકારવામાં આવ્યો છે. આ વાતને લઈને કોન્ટાસે પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો છે.
આ પણ વાંચો: દાડમની સાથે તેની છાલ પણ છે ગુણકારી, છાલની ચા બનાવો આ રીતે થશે અઢળક ફાયદાઓ
કોહલીના વર્તન પર કોન્સ્ટાસે કહી આ વાત
પહેલા દિવસ મેચ પુર્ણ થતાની સાથે વિરાટની આ વાત સેમ કોન્સ્ટાસને પૂછવામાં આવી હતી. બેટ્સમેને કહ્યું કે વિરાટ અચાનક આવ્યો અને મારી સાથે અથડાયો હતો. આવા બનાવો ક્રિકેટ સમયે બનતા હોય છે. હું દરેક બોલ પર મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરું છું. હું ખુશ છું કે હું સારી બેટિંગ કરવામાં સફળ રહ્યો છું. કોન્સ્ટાસનું આ નિવેદન ક્રિકેટ જગત માટે થોડું ચોંકાવનારું હોય શકે છે. સોશિયલ મીડિયા પર પણ ચાહકોએ વિરાટને લઈને અલગ અલગ પ્રકારની ઘણી કોમેન્ટ કરી હતી અને વિરાટની આકરી ટીકા કરી હતી.