ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીનો રેકોર્ડ કેવો રહ્યો? જાણો

Virat Kohli Retirement Test Cricket: વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીનો રેકોર્ડ કેવો રહ્યો? આવો જાણીએ.
ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીનો રેકોર્ડ
વિરાટ કોહલીએ અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં કુલ 123 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 9230 રન બનાવ્યા છે. તેમનો સર્વોચ્ચ સ્કોર અણનમ 254 રન છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી પોતાની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે. તેમની બેટિંગ સરેરાશ 46.9 છે. તેણે કુલ 1027 ચોગ્ગા અને 30 છગ્ગા ફટકાર્યા છે.
કુલ મેચ: 123
ઇનિંગ્સ: 210
રન: 9230
સૌથી વધુ ઇનિંગ્સ: 254
સરેરાશ: 46.85
સ્ટ્રાઇક રેટ: 55.57
સદીઓ: 30
અડધી સદી: 31
ફોર: 1027
છગ્ગા: 30
આ પણ વાંચો: વિરાટ કોહલીની ‘ટેસ્ટ ક્રિકેટ’ને અલવિદા, ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા મોટી જાહેરાત