September 17, 2024

શાહિદ આફ્રિદીની ભારતીય ટીમને અપીલ, કહી આ મોટી વાત

Shahid Afridi: ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમવા પાકિસ્તાન જશે નહીં તેવી માહિતીઓ મળી રહી છે. આફ્રિદીએ પાકિસ્તાનમાં ભારતીય ટીમ અને ક્રિકેટરોનું ઉષ્માભર્યું સ્વાગત કરવાની ખાતરી પણ આપી છે. શાહિદ આફ્રિદીએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભારતીય ટીમે પાકિસ્તાન આવવું જોઈએ અને હું તેનું સ્વાગત કરું છું. અમે જ્યારે પણ ભારત ગયા ત્યારે અમને ત્યાં ખૂબ માન અને પ્રેમ મળ્યો. વધુમાં તેણે કહ્યું કે ક્રિકેટને રાજકારણથી અલગ રાખવું જોઈએ.

મારો પ્રિય ક્રિકેટર
પાકિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર આફ્રિદીએ કહ્યું, ‘વિરાટ કોહલી પાકિસ્તાન આવશે, ત્યારે તેઓ ભારતમાં જે પ્રેમ મળ્યો છે તે ભૂલી જશે. પાકિસ્તાનની જનતા તેને ખુબ પ્રેમ કરે છે. લોકોને તે ખુબ ગમે છે. લોકોની સાથે તે પણ મારે પ્રિય ખેલાડી છે. તેમનો ચાહક વર્ગ ખુબ મોટો છે. તેમણે T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી ન જોઈએ કારણ કે તેની હાજરીથી T20 ફોર્મેટ પર જોરદાર લાગે છે.

આ પણ વાંચો: નવા કોચ માટે વિરાટની ‘ગંભીર’ સલાહ ન લેવાઈ, પંડ્યાનું મંતવ્ય નોંધાયું

પાકિસ્તાનના પ્રવાસે ગઈ નથી
ટીમ ઈન્ડિયા વર્ષ 2008 બાદ પાકિસ્તાનના પ્રવાસે ગઈ નથી. ભારતીય ક્રિકેટ બોર્ડ પણ હાઇબ્રિડ મોડલ પર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવા માંગે છે. જો આવું થશે તો તમામ ટીમ પાકિસ્તાન જઈ શકે છે. પરંતું ભારત તેની મેચો શ્રીલંકા અથવા દુબઈમાં રમી શકશે.