વિરાટ કોહલીને મેચ રેફરીએ આપી કડક સજા, કોહલીને કોન્સ્ટાસને ખભો મારવો પડ્યો ભારે
Virat Kohli: મેલબોર્ન ટેસ્ટનો પહેલા જ દિવસે વિરાટ કોહલીને દંડ ફટકારવામાં આવ્યો છે. તેની મેચ ફીમાં 20 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કોહલી લેવલ 1 માટે દોષી સાબિત થયો છે. વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેન સાથે ખભો અથડાવવાનું ભારે પડ્યું છે.
આ પણ વાંચો: Vodafone Ideaએ 150 રૂપિયાથી ઓછી કિંમતના બે સસ્તા પ્લાન કર્યા લોન્ચ
અન્ય ખેલાડી સાથે ગેરવર્તૂંણક
વિરાટને આઈસીસીસીના કોડ ઓફ કંડક્ટના ભંગ બદલ સજા ફટકારવામાં આવી છે. આ નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહીનો સામનો કરવો પડશે. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં રમાઈ હતી. આ સમયે વિરાટ કોહલીએ ગુસ્સામાં સેમ કોન્સ્ટાસને ખભો માર્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચે મેદાનમાં તેના કારણે વિવાદ થયો હતો. કોહલીએ મેચ ફીસના 20 ટકા દંડ ફટકાર્યો છે.