December 22, 2024

ચેતેશ્વર પૂજારાનો રેકોર્ડ તોડી શકશે વિરાટ કોહલી?

Virat Kohli vs Bangladesh in Test: ભારત vs બાંગ્લાદેશ સિરીઝની તૈયારીઓ હવે શરૂ કરી દેવામાં આવી છે. ટીમ ઈન્ડિયાની પહેલી મેચ માટે ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. હવે આ સિરીઝમાં વિરાટ વાપસી કરતો જોવા મળશે. આ બંને મેચમાં કોહલી પૂજારાના રેકોર્ડને પાછળ છોડી શકે છે.

સૌથી વધુ રન બનાવ્યા
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી સચિન તેંડુલકર છે. તે સમયે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે સાત ટેસ્ટ મેચની 9 ઇનિંગ્સમાં 820 રન બનાવ્યા હતા. બીજા સ્થાને રાહુલ દ્રવિડ છે. આ બાદ ચેતેશ્વર પૂજારા આવે છે. હવે પૂજારાનો રેકોર્ડ વિરાટ તોંડી શકે છે. બીજી બાજૂ પુજારાની સિરીઝ માટે પસંદગી કરવામાં આવી નથી. જેના કારણે વિરાટ ચોક્કસ રેકોર્ડ તોંડી શકે છે. વિરાટ કોહલીને 32 રનની જરૂર છે. કોહલી 32 રન બનાવશે અને પૂજારાને પાછળ છોડી દેશે. પહેલી જ ઇનિંગમાં પાછળ છોડી દેશે.

આ પણ વાંચો: આ કારણોને લીધે MS ધોનીએ IPL 2025 પહેલા નિવૃત્તિ લેવી જોઈએ!

વિરાટ કોહલી મળશે જોવા
બીસીસીઆઈ દ્વારા હજુ પહેલી સિરીઝની જાહેરાત કરવામાં આવી છે. પહેલી ટેસ્ટ મેચમાં અને બીજી ટેસ્ટમાં બંનેમાં રોહિત જોવા મળી શકે છે. આ દરમિયાન કોહલી માત્ર પૂજારાને જ નહીં પરંતુ રાહુલ દ્રવિડને પણ આ રેકોર્ડમાં પાછળ છોડવાનો પ્રયાસ કરશે. આ શ્રેણી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે, તેથી આ મેચ ખુબ ખાસ બની જાય છે.