December 22, 2024

પહેલીવાર વિરાટ કોહલી આખી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર, જુઓ નવું લિસ્ટ

IND vs ENG: વિરાટ કોહલીએ ટેસ્ટ સિરીઝ શરૂ થવાના 3 દિવસ જ બાકી હતા આ પહેલા જ તેણે પોતાનું નામ પહેલી અને બીજી મેચમાંથી અચાનક પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તેમના ચાહકો આશા રાખી રહ્યા હતા કે આગામી 3 મેચમાં તેઓ ફરી આવશે. પરંતુ તેમના ચાહકોની આશા પર પાણી ફરી વળ્યું છે. કોહલીએ BCCIને કહ્યું કે તે આગામી 3 મેચમાં પણ રમી શકશે નહીં. શુક્રવારે જ પસંદગી સમિતિની બેઠક પણ યોજાઈ હતી.

પહેલીવાર બન્યું
તમને જણાવી દઈએ 2011માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર વિરાટ કોહલીને તેની આખી કારકિર્દીમાં પહેલીવાર આવો દિવસ તેમના જીવનમાં આવ્યો છે. ઘરઆંગણે મેચ રમાશે એમ છતાં કોઈપણ ટેસ્ટ શ્રેણીમાં કોહલી ઘરઆંગણે નહીં રમે. પહેલી વાર એવું બન્યું કે કોહલી ઘરઆંગણે રમી ના શકયો.

ક્રિકેટ ચાહકો ચોંકી
તમને જણાવી દઈએ કે ભારતીય કેપ્ટન કોહલીની ટેસ્ટ શ્રેણીની પ્રથમ 2 મેચ માટે ટીમમાં પસંદગી કરાઈ હતી. જે બાદ તે પોતાની ટીમ સાથે હૈદરાબાદ પહોંચી ગયો હતો. તેમને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા ગયો ના હતો. તેજ દિવસે BCCI એક જાહેરાત કરી હતી, જે જાહેરાતથી ક્રિકેટ ચાહકો ચોંકી ગયા હતા. ભારતીય બોર્ડે તેની પ્રેસ રિલીઝમાં આપેલી માહિતી અનુસાર કોહલીએ આ નિર્ણય પરિવારના કારણે લીધો છે. વધુમાં કહ્યું કે કોહલીએ આ નિર્ણય રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ સાથે વાત કરીને લીધો હતો.

ટુર્નામેન્ટ અંતિમ તબક્કામાં
ભારત અને ઓસ્ટ્રેલિયા રવિવારના વિલોમૂર પાર્ક, બેનોની ખાતે ટુર્નામેન્ટની ફાઇનલ રમશે. ક્રિકેટ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને ટીમોએ દરેક મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. એક પણ મેચ હાર્યા બંને ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન ફાઈનલ મેચ પહેલા ઈન્ડિયા અંડર-19 ટીમના કેપ્ટન ઉદય સહારનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે ટીમ અબજો સપનાઓ સાથે લઈને જઈ રહી છે.

ભારતીય ટેસ્ટ ટીમના નવા નામ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીન), કેએસ ભરત (વિકેટ), આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ.