January 23, 2025

જુઓ Virat Kohliનું નવું ઘર, શાનદાર ઈન્ટિરિયર જોઈને સ્તબ્ધ થઈ જશો

Virat Kohli: વિરાટ કોહલીનું ત્રીજું ઘર તૈયાર થઈ ગયું છે. વિરાટે તેનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેના નવા ઘરની ઝલક જોવા મળી રહી છે. કોહલીનું આ નવું ઘર અલીબાગમાં આવ્યું છે. જે શાનદાર જોવા મળી રહ્યું છે. જોતા જ ખબર પડી જાય છે કે કોહલીએ આ ઘર પાછળ કરોડો રુપિયાનો ખર્ચ કર્યો છે. કોહલી આ વીડિયોમાં તેને પોતાનું સપનાનું ઘર ગમાવ્યું હતું.

ડ્રીમ હાઉસની ઝલક
વિરાટ કોહલીએ હાલમાં જ એક સપનું પુર્ણ કર્યું છે. આ સપનું હતું T20 વર્લ્ડ કપ જીતવાનું. હવે કોહલીએ પોતાના બીજા સપનાની વાત કરી હતી. જે છે કોહલીનું ડ્રીમ હાઉસ.કોહલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ વીડિયોમાં કોહલીએ કન્સ્ટ્રક્શન ટીમને અભિનંદન પાઠવ્યા છે. આ વીડિયોમાં તેણે કહ્યું કે તેના સપનાનું ઘર પૂર્ણ થઈ ગયું છે. કોહલીએ પોતાના એક્સ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે પોતાનાનું ડ્રીમ હાઉસની ઝલક બતાવી છે.

કરોડોની કિંમત
વિરાટે વીડિયો શેર કર્યો છે તેમાં જોઈ શકાય છે કે આ આલીશાન બંગલામાં સ્વિમિંગ પૂલ, વિશાળ બગીચો અને બીજી ઘણી સુવિધાઓ છે. એક માહિતી પ્રમાણે આ ઘરની કિંમત 30 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘર બનાવવાની કિંમત 13 કરોડ રૂપિયા છે. કોહલીનો આ બંગલો આવાસ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે જે લગભગ બે વર્ષમાં પૂર્ણ થયો હતો.