News 360
April 3, 2025
Breaking News

વર્લ્ડ કપને લઈને વિરાટ કોહલીએ કરી મોટી જાહેરાત, વીડિયો સામે આવ્યો

Virat Kohli: ટીમ ઈન્ડિયાના ખેલાડી વિરાટ કોહલી હાલ આઈપીએલમાં વ્યસ્ત છે. આ વચ્ચે તેમનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક મીડિયા સાથેની વાતમાં તેણે જણાવ્યું કે તેનું આગામી મોટું પગલું વર્લ્ડ કપ જીતવાનું છે. તેમના આ નિવેદનની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ કારણથી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટે સ્પષ્ટપણે કહ્યું છે કે તે માત્ર 2027નો વર્લ્ડ કપ રમવા જ નહીં પણ તેને જીતવા પણ માંગે છે.

આ પણ વાંચો: IPL 2025: સેહવાગે RCBની મજાક ઉડાવી, ચાહકો ગુસ્સે થયા

ભારત છેલ્લી વખત 2023 માં ચૂકી ગયું હતું
તમને જણાવી દઈએ કે ભારત 2023 માં ODI વર્લ્ડ કપ જીતવાની ખૂબ નજીક હતું. આ સમયે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. કોહલીએ 11 મેચમાં 95.62 સરેરાશથી ત્રણ સદી ફટકારી હતી. 765 રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા છે કે ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે શું રોહિત શર્મા અને કોહલીની સિનિયર જોડી આગામી વર્લ્ડ કપ સુધી ODI રમવાનું ચાલુ રાખશે.