January 17, 2025

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની મુશ્કેલીમાં વધારો, વિરાટ ઈજાગ્રસ્ત થયો

Virat Kohli Injury: બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થયો છે. તેને ઈજા થવાના કારણે ટીમ ઈન્ડિયા માટે ચોક્કસ ચિંતાજનક સમાચાર છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024માં હવે માત્ર અઠવાડિયા જેટલો સમય બાકી રહ્યો છે. વિરાટ કોહલી જો બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા સ્વસ્થ નહીં થાય તો ટીમ ઈન્ડિયા માટે ચોક્કસ મુશ્કેલી ઉભી થઈ જશે.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું
એક મીડિયાના રિપોર્ટ પ્રમાણે ગુરુવારે કેટલાક વિરાટના સ્કેન કરવામાં આવ્યા હતા. જેના કારણે એવું કહી શકાય તેન ઈજા થઈ છે. વિરાટની સાથે કેએલ રાહુલે પણ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધાર્યું છે. કારણ કે કેએલ રાહુલ પણ ઈજાગ્રસ્ત થયો છે. જો આ ખેલાડીઓને સારું નહીં થાય તો ચોક્કસ ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. થોડા દિવસ પહેલા રિકી પોન્ટિંગે એક નિવેદન આપ્યું હતું. જે ખૂબ વાયરલ થયું હતું. જેમાં તેણે કહ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં માત્ર 2 ટેસ્ટ સદી ફટકારવી એ વિરાટ અને ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે.