November 22, 2024

વિરાટ કોહલીને મળ્યું દિલ્હીની ટીમમાં સ્થાન

Virat Kohli: બાંગ્લાદેશ સામે ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલીનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું. હવે બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાવાની છે. આ વચ્ચે કોહલનીને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.

રણજી ટીમમાં સામેલ કરવામાં આવ્યો
દિલ્હીએ રણજી ટ્રોફી 2024-25 માટે તેના સંભવિત ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિરાટનું નામ સામેલ કરવામાં આવ્યું છે. વર્ષ 2018 પછી આ પ્રથમ વખત બનશે કે કોહલીને દિલ્હીની સંભવિત રણજી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તમને જણાવી વર્ષ 2012-13ની સિઝનમાં રણજી ટ્રોફી રમી હતી. હવે ફરી એકવાર બેટ્સમેન વિરાટ કોહલીનો દિલ્હીની રણજી ટ્રોફીના સંભવિત ખેલાડીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ના ગિલ, ના હાર્દિક; આ ક્રિકેટર અનન્યા પાંડેનો ક્રશ

કોહલીનો સમાવેશ
રણજી ટ્રોફી 2024-25નું આયોજન થવાનું છે. જેમાં ટ કોહલી ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ તરફથી રમતા જોવા મળશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં વ્યસ્ત રહેશે. ન્યૂઝીલેન્ડ સામે 3 મેચની ટેસ્ટ સિરીઝ 16 ઓક્ટોબરથી રમાવાની છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ 22 નવેમ્બરથી શરૂ થવાની છે. જો કે, આ બંને સિરીઝ વચ્ચે T20I સિરીઝ પણ રમાશે, તેથી કોહલીને રણજી ટ્રોફીમાં રમવાની તક મળશે.