December 23, 2024

વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા હવે થશે ખરી ‘કસોટી’

IPL 2024: આ વખતની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તે સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્મા ચોથા સ્થાન પર આવી ગયો છે. આ રેસમાં યુઝવેન્દ્ર ચહલ 11 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં સૌથી આગળ જોવા મળી રહ્યો છે.

રેન્કિંગમાં બદલાવ
ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનમાં દરેક મેચ બાદ ટીમોની રેન્કિંગમાં બદલાવ આવી રહ્યા છે. જે ટીમો રમી રહી છે તેમની સ્થિતિ જ બદલાતી નથી, જે ટીમો નથી રમી રહી તેમની સંખ્યા બદલાતી જોવા મળે છે. વિરાટ કોહલીએ આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 6 મેચ રમીને 319 રન બનાવ્યા હતા. બીજા સ્થાનની વાત કરવામાં આવે તો આ સ્થાન પર રાજસ્થાન રોયલ્સનો રિયાન પરાગ આવે છે. તેણે 6 રન બનાવ્યા છે અને તેમાં 284 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: ધોનીએ સતત 3 સિક્સર મારીને ઈતિહાસ રચ્યો!

પોતાના નામે કરી
પર્પલ કેપની વાત કરીએ તો હાલમાં તે યુઝવેન્દ્ર ચહલની પાસે છે. ત્યારબાદ જસપ્રીત બુમરાહનું નામ આવે છે. તેણે 6 મેચ રમીને 10 વિકેટ પોતાના નામે કરી છે. હવે મુસ્તાફિઝુર ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. કાગીસો રબાડા 6 મેચમાં 9 વિકેટ સાથે ચોથા નંબર પર, ખલીલ અહેમદે 6 મેચમાં 9 વિકેટ લીધી છે. તે હવે 5મા નંબર પર છે.

ગઈ કાલની કેવી રહી મેચ?
ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં શાનદાર રહી હતી. હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યો હતો. જેમાં મુંબઈની ટીમે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે ગઈ કાલની મેચમાં જોરદાર ઇનિંગ રમી અને 40 બોલમાં 69 રન બનાવ્યા હતા. શિવમ દુબેનું પણ યોગદાન જોરદાર રહ્યું હતું. તેણે 38 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 66 રનની ઇનિંગ રમી હતી.