December 23, 2024

રોહિતથી આગળ નિકળી ગયો ‘કિંગ કોહલી’, 3 બેટ્સમેન જ કરી શક્યા છે આવું

Virat Kohli vs Rohit Sharma: આ વર્ષે T20 વર્લ્ડ કપમાં ભારતના બે સ્ટાર ખેલાડીઓ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. જેમાં કયારેક વિરાટ આગળ હોય છે તો કયારેક રોહિત આગળ જોવા મળે છે. હાલના સમયની વાત કરવામાં આવે તો રોહિત કરતાં વિરાટ અત્યારે આગળ નીકળી ગયો છે. જોકે અહિંયા એ કહેવું જરૂરી છે કે રોહિત પણ પાછળ કહી ના શકાય. વિરાટ કોહલીએ જે કરી બતાવ્યું છે તે દુનિયામાં માત્ર 3 બેટ્સમેન છે જે આ સિદ્ધિ મેળવી શક્યા છે.

સૌથી વધુ રન બનાવ્યા 
અમે અત્યારે જે રેકોર્ડની વાત કરી રહ્યા છીએ તે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની કરી રહ્યા છીએ. આ ફોર્મેટમાં માત્ર પાકિસ્તાનના બાબર આઝમ અને ભારતના રોહિત શર્માની સાથે વિરાટ કોહલીએ 4000થી વધુ રન બનાવ્યા છે. આ ત્રણેય ખેલાડીઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. પાકિસ્તાનનો બાબર આઝમ 4145 રન બનાવ્યા છે અને નંબર વન સ્થાન પર છે. રોહિત અને વિરાટ વચ્ચે લડાઈ ચાલી રહી છે.

આ પણ વાંચો: T20 WC 2024: ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને લઈને ચર્ચા, નથી કરી શક્યો કંઈ ખાસ

સારૂં પ્રદર્શન જોવા મળ્યું
વિરાટ કોહલી રનની રેસમાં આગળ છે. અત્યાર સુધી તેણે 121 મેચમાં 4066 રન બનાવ્યા છે. રોહિતે 155 મેચમાં 4050 રન બનાવ્યા છે. એટલે કે મોટી ઈનિંગ રોહિતને કોહલીથી આગળ લઈ જઈ શકે છે. ભારત અને અફઘાનિસ્તાન મેચમાં ઈન્ડિયાના તમામ ખેલાડીઓનું સારૂં પ્રદર્શન જોવા મળ્યું હતું. વિરાટ કોહલીએ 24 બોલ રમીને 24 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 13 બોલનો સામનો કર્યો અને 8 રન બનાવ્યા હતા. હજૂ પણ આ મુકાબલો રોહિત vs વિરાટનો ચાલું રહેશે. આગળની મેચ દરમિયાન જોવાનું રહેશે કે તે મેચ દરમિયાન કોણ આગળ વધશે.