IPLમાં વિરાટ કોહલીના નામે છે આ શાનદાર રેકોર્ડ, કોઈ બેટ્સમેન આ કરી શક્યો નથી

Virat Kohli: આઈપીએલ 2025 આવતીકાલે શરૂ થશે. આ સિઝનમાં સૌથી વધારે ધ્યાન વિરાટ પર રહેવાનું છે. કારણ કે તેનું પ્રદર્શન મોટા ભાગે સારું જોવા મળે છે. ના કારણે તે “ચેઝ માસ્ટર” તરીકે પણ પ્રખ્યાત છે. તેના નામે ઘણા રેકોર્ડ છે. વિરાટ કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આઈપીએલમાં સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. તેણે એવા એવા રેકોર્ડ બનાવ્યા છે કે જે તોડવા અત્યારે મુશ્કેલ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: Zomato: મંત્રાલયે ઝોમેટોનું નામ બદલવાની પણ મંજૂરી આપી
વિરાટ કોહલી ફક્ત એક જ ટીમ માટે રમ્યો
વિરાટ કોહલી 2008 થી IPLમાં રમી રહ્યો છે.તે ફક્ત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી જ રમી રહ્યો છે. આઈપીએલ 2025માં પણ તે RCB તરફથી રમશે. તમને જાણીને નવાઈ લાગશે કે કોહલી એકમાત્ર એવો બેટ્સમેન છે જે અત્યાર સુધી IPLની 17 સિઝનમાં ફક્ત એક જ ટીમ માટે રમ્યો છે. ધોની કે રોહિત શર્મા આ સિદ્ધિ મેળવી શક્યા નથી. વિરાટ કોહલીનો આ રેકોર્ડ તેને IPL ઇતિહાસનો સૌથી વફાદાર ખેલાડી બનાવે છે. અત્યાર સુધી ફક્ત તે RCB માટે જ રમ્યો છે. અત્યાર સુધીમાં તેણે IPL મેચોમાં કુલ 8004 રન બનાવ્યા છે. પરંતુ અત્યાર સુધીમાં વિરાટ હજુ સુધી IPLનો ખિતાબ જીતી શક્યો નથી.