March 16, 2025

કોહલી ન બની શક્યો રણજીમાં રનનો ‘વિરાટ ‘, 6 રને આઉટ

Virat Kohli: વિરાટ કોહલી મેદાનમાં હોય કે મેદાન બહાર હમેંશા ચર્ચામાં હોય છે. વિરાટને રમતા જોવા માટે દિલ્હીનું સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ જતું હોય છે. આજના દિવસે પણ દિલ્હીનું સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું. પરંતુ તેના ચાહકોને નિરાશા હાથ લાગી હતી. વિરાટ કોહલી 12 વર્ષે રણજી ટ્રોફીમાં પહેલી વખત રમ્યો અને ફક્ત  6 રનના સ્કોર પર ક્લીન બોલ્ડ થઈ ગયો હતો.

આ પણ વાંચો: ટ્રમ્પે ફરી ભારત સહિત BRICS દેશોને આપી ધમકી, કહ્યું ‘જો તમે આવું કરશો તો હું 100% ટેરિફ લાદીશ’

કોહલી માત્ર છ રન બનાવીને આઉટ
કોહલીએ આ મેચમાં માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચમાં ચાહકોને આશા હતી કે સારું પ્રદર્શન કરે. પરંતુ તેવું થયું નહીં. તમને જણાવી દઈએ કે બોલ એટલો જોરદાર હતો કે કોહલીનો ઓફ સ્ટમ્પ ચાર-પાંચ વખત પલટી ગયો અને જમીન પર પડ્યો હતો. વિરાટ જેવો આઉટ થયો આખા સ્ટેડિયમમાં મૌન છવાઈ ગયું હતું.