કોહલીએ તો્ડ્યો વર્લ્ડ રેકોર્ડ, T20 ક્રિકેટમાં કર્યો આ ચમત્કાર

Virat Kohli: IPLના શરૂઆતના તબક્કામાં વિરાટ કોહલી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ના હતું. ધીમે ધીમે આઈપીએલે ગતિ પકડી પછી વિરાટનું પ્રદર્શન દેખાવા લાગ્યું હતું. હવે દરેક મેચમાં તેના બેટમાંથી રન આવી રહ્યા છે. વિરાટ આરસીબીની જીતમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. હાલની સિઝનમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં વિરાટ બીજા સ્થાન પર છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તેણે શાનદાર અડધી સદી ફટકારી હતી. જેમાં તે 70 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આવું કરતાની સાથે તેણે એક રેકોર્ડ પણ બનાવી લીધો છે.

આ પણ વાંચો: પહલગામ હુમલા બાદ BCCI એક્શનમાં આવ્યું, ICCને લખ્યો પત્ર

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 26મી અડધી સદી ફટકારી
રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં વિરાટે અડધી સદી ફટકારી હતી. T20 ક્રિકેટમાં વિરાટ એક જ સ્થળેથી સૌથી વધારે સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટી20 ક્રિકેટમાં કુલ 26 અડધી સદી ફટકારી છે. હેલ્સે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર T20 ક્રિકેટમાં કુલ 25 અડધી સદી ફટકારી છે. હવે કોહલીએ તેને પાછળ છોડીને એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. તેની સાથે તેણે IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનનો રેકોર્ડ પણ બનાવી લીધો છે.