November 25, 2024

વિરાટ કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો વધુ એક રેકોર્ડ

Virat Kohli 27000 Runs: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી નવા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. ખાસ કરીને વિરાટ સચિનના રેકોર્ડ તોડી રહ્યો છે. આજની મેચ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 27 હજાર રન પણ પૂરા કરી લીધા છે. આ રેકોર્ડ પહેલા સચિનના નામે હતો. પરંતુ હવે આ રેકોર્ડ વિરાટના નામે છે. મહત્વની વાત એ છે કે સિદ્ધિ સચિન તેંડુલકર કરતા ઘણી ઓછી ઇનિંગ્સમાં હાંસલ કરી છે.

સચિન તેંડુલકર કરતાં આગળ
સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 27 હજાર રન પુરા કરનાર પહેલો ખેલાડી હતો જે 623 ઇનિંગ્સમાં બનાવ્યા હતા. વિરાટની વાત કરવામાં આવે તો માત્ર 594 ઇનિંગ્સમાં પોતાના 27 હજાર રન પૂરા કર્યા છે. અત્યાર સુધી દુનિયામાં માત્ર ત્રણ જ બેટ્સમેન હતા જે આટલા રન બનાવી શક્યા છે. જેમાં હવે વિરાટનું નામ જોડાઈ ગયું છે. માત્ર સચિન તેંડુલકરે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એટલે કે ODI, ટેસ્ટ અને T20 ઇન્ટરનેશનલ મળીને સૌથી વધુ રન બનાવ્યા છે.

આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય

27 હજારથી વધુ રન બનાવનાર બેટ્સમેન
અત્યાર સુધી માત્ર સચિન તેંડુલકર એવો ખેલાડી છે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એટલે કે ODI, ટેસ્ટ અને T20 ઇન્ટરનેશનલ મળીને સૌથી વધુ રન બનાવવાનું કામ કર્યું છે. તેણે 664 મેચ અને 782 ઇનિંગ્સ રમીને 34,357 રન બનાવ્યા છે. આ બાદ કુમાર સંગાકારાનું નામ આવે છે. તેના પછી રિકી પોન્ટિંગનું નામ આવે છે.