December 23, 2024

વિરાટ-અનુષ્કાએ પેપ્સને બતાવી દીકરા અકાયની પહેલી ઝલક, પોસ્ટ થઇ વાયરલ

મુંબઈ: અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી હાલમાં જ તેમના બીજા બાળકના માતા-પિતા બન્યા છે. અનુષ્કાએ લંડનમાં પુત્રને જન્મ આપ્યો, જેનું નામ તેણે અકાય રાખ્યું. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ એક નિવેદન જારી કરીને ફરીથી માતા-પિતા બનવાના ખુશખબર જાહેર કર્યા હતા. જ્યારથી આ સમાચાર આવ્યા છે. ચાહકો અકાયને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ફેન્સ લાંબા સમયથી અકાયની પ્રથમ ઝલક જોવા માટે રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તાજેતરમાં જ કપલે તેમના પુત્ર અકાયનો ચહેરો ચાહકોને બતાવવાનું નક્કી કર્યું છે.

અનુષ્કા-વિરાટે અકાયની પહેલી ઝલક દેખાડી
સોશિયલ મીડિયા પર આ સમયે એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પેપ્સને તેમના પુત્ર અકાયની પ્રથમ ઝલક બતાવી છે. પોસ્ટ અનુસાર, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલમાં જ તેમના બે બાળકો સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન, હંમેશની જેમ, દંપતીએ તેમના બાળકોને કેમેરાથી દૂર રાખ્યા અને પાપારાઝીને મળ્યા અને તેમની સાથે વાત પણ કરી. આટલું જ નહીં, વાયરલ થઈ રહેલી પોસ્ટ મુજબ, આ દરમિયાન અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પાપારાઝીને તેમના પુત્ર અકાયની ઝલક પણ બતાવી. પરંતુ તસવીરો લેવાની ના પાડી. આ સમય દરમિયાન અનુષ્કા શર્માએ પણ વચન આપ્યું હતું કે જ્યારે તેના બાળકો તેની સાથે ન હોય ત્યારે તે ટૂંક સમયમાં જ પેપ્સ માટે પોઝ આપવા માટે આગળ આવશે. તમને યાદ હશે કે આ પહેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પણ દીકરી રાહાની પહેલી ઝલક માત્ર ફોન પર જ પાપારાઝીને બતાવી હતી અને આ દરમિયાન તેમને ફોટો ન ક્લિક કરવાની વિનંતી પણ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અનુષ્કા-વિરાટે ગુડ ન્યૂઝ પોસ્ટ શેર કરી હતી
તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર જોઇન પોસ્ટ શેર કરીને અકાયના આગમનના સારા સમાચાર આપ્યા હતા. દંપતીએ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘અત્યંત આનંદ અને પ્રેમ સાથે, અમે તમને ખુશખબર આપી રહ્યા છીએ કે 15 ફેબ્રુઆરીએ અમારા ઘરે એક બાળક અને વામિકાના નાના ભાઈ અકાયનો જન્મ થયો છે. અમે આ સમય દરમિયાન તમારા આશીર્વાદ અને શુભકામનાઓ માંગીએ છીએ. અમે તમને અમને ગોપનીયતા આપવા માટે પણ કહીએ છીએ. પ્રેમ, વિરાટ અને અનુષ્કા.