January 10, 2025

વિરાટ અનુષ્કા પ્રથમ વખત પુત્ર અકાય સાથે પ્રેમાનંદ મહારાજના આશ્રયમાં પહોંચ્યા

Virat Kohli Anushka Sharma: બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ બાદ વિરાટ કોહલી ભારત પરત ફર્યા બાદ પ્રેમાનંદ મહારાજને મળવા આવ્યો હતો. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફરી એકવાર પ્રેમાનંદ મહારાજની શરણમાં પહોંચ્યા છે. જેનો વીડિયો સામે આવ્યો છે. આ વખતે ખાસ વાત એ છે કે બંનેની સાથે અકાય-વામિકા પણ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં થલતેજની ઝેબરની સ્કુલની બાળકીનું કાર્ડીયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન મોત

લગ્ન પછી બદલાયો કોહલી
કોહલીને ભગવાનમાં ઓછો ભરોસો છે. પરંતુ અનુષ્કા સાથે જેવો લગ્નના બંધનમાં બધાયો તેવો જ તે બદલાઈ ગયો છે. વિરાટ આ પહેલા પણ પ્રેમાનંદ મહારાજને મળ્યો છે. વિરાય કોહલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની તૈયારી હવે શરૂ કરશે. પરંતુ આ પહેલા તે પોતાના પરિવાર સાથે સમય પ્રસાર કરી રહ્યો છે. આ પહેલા જ્યારે વિરાટ અને અનુષ્કા પ્રેમાનંદ મહારાજની શરણમાં પહોંચ્યા હતા ત્યારે એકલા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે હવે તેમની સાથે અકાય-વામિકા પણ છે.