December 22, 2024

અનુષ્કા શર્માની સામે રડી પડ્યો હતો વિરાટ, ક્રિકેટરે શેર કરી જૂની વાત

Virat Kohli Anushka Sharma: વિરાટ એવો ખેલાડી છે કે તે મેદાનમાં હોય કે મેદાન બહાર હોય હમેંશા તે ચર્ચામાં રહે છે. વિરાટની સ્ટ્રોંગ ફેન ફોલોઈંગ ખૂબ વધારે છે. દેશની સાથે વિદેશમાં પણ તેના ચાહકો છે. પરંતુ આ સમય માટે તેણે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.

અનુષ્કા શર્મા સામે વિરાટ કોહલી રડી પડ્યો
વિરાટે એક મીડિયા સાથેની વાતમાં એક ક્ષણને શેર કરી હતી. તેણે કહ્યું કે જ્યારે તેણે 100 રન બનાવ્યા ત્યારે તે ભાવુક થઈ ગયો હતો. આ પછી હસવા લાગ્યો હતો. વિરાટે વધુમાં કહ્યું કે 100 રન બનાવતા પહેલા મેં વિચાર્યું હતું કે હું આ કરી શકીશ નહીં અને મેં માત્ર 94 રન બનાવ્યા છે, પછી મને અનુષ્કાના શબ્દો યાદ આવ્યા હતા. મે આ સમયે વિચાર્યું કે કદાચ હું આ કરી શકું છું. આ પછી મે 6 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: મયંક યાદવ અને રેયાનને T20 સિરિઝમાં કેમ ન મળ્યું સ્થાન?

આખું જીવન પસાર કરી શકું
વિરાટે કહ્યું કે આ ક્ષણ મારા માટે ખૂબ ખાસ હતી. હું મારી જાતને તે દિવસે રડતા રોકી શક્યો ના હતોય આ મારા ખુશીના આસું હતા. તેણે કહ્યું આ દિવસને યાદ કરીને આગળની મારી આખી જીંદગી પસાર કરી શકું છું. તમને જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટ પહેલીવાર 2013માં મળ્યા હતા. આ સમયે બંને એક એડ શૂટ માટે મળ્યા હતા. આ પછીથી એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. થોડા દિવસ બાદ બંનેએ મેરેજ કરી લીધા હતા.