વિરમગામમાં ઐતિહાસિક ક્ષણ, હનુમાન દાદાની વિશાળ પ્રતિમાનું અનાવરણ
વિરમગામઃ શહેરમાં ફરી એકવાર ઐતિહાસિક ઘટના બની હતી. જેમાં શહેરના દ્વિતીય પ્રવેશદ્વારે હનુમાનજીની વિશાળ મૂર્તિ મૂકવામાં આવી છે. ધારાસભ્ય હાર્દિક પટેલે આ મૂર્તિનું લોકાર્પણ કર્યું હતું અને વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું.
ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતુ કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘દેવથી દેશ, રામથી રાષ્ટ્ર’ જન ચેતના અભિયાન અંતર્ગત ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા આજે વિરમગામ શહેરના દ્રિતિય પ્રવેશદ્વારે શ્રી હનુમાન દાદાની વિશાળ પ્રતિમાનું અનાવરણ તથા પંચમુખી હનુમાન સર્કલ તથા કર્મવીર લોકસંત ખાખી બાપુ માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે વિધાનસભાના તમામ સંત-મહાત્મા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ હજારો લોકોએ વિરમગામના વિકાસમાં ભાગીદાર બનવાનો સંકલ્પ કર્યો. આજના કાર્યક્રમને સફળ બનાવનાર તમામ સાથીઓનો ખુબ ખુબ આભાર.’