January 22, 2025

VIRAL VIDEO: ચિરાગ પાસવાન અને કંગનાની સંસદમાં જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી

Chirag Paswan and Kangana Chemistry: ફિલ્મી દુનિયામાં પોતાની અભિનયની કૌશલ્ય સાબિત કરનાર કંગનાએ રાજકારણના ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો છે. દેશની 18મી લોકસભા ચૂંટણીમાં કંગના રનૌત હિમાચલની મંડી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી હતી અને જીતી હતી. બીજી બાજુ, લાંબા સમયથી અભિનેતામાંથી રાજકારણી બનેલા ચિરાગ પાસવાન પણ હાજીપુર બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા હતા. હવે તમે વિચારતા હશો કે આપણે અચાનક આ બંને વિશે કેમ વાત કરી રહ્યા છીએ. નોંધનીય છે કે, તેમની મીટિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કેવી રહી ચિરાગ અને કંગના વચ્ચે મુલાકાત?
આજે સંસદમાં લોકસભા અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ હતી જેના માટે તમામ નવા ચૂંટાયેલા સાંસદો સંસદમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ચિરાગ પાસવાન અને કંગના રનૌતની મુલાકાત થઈ હતી. પહેલા બંનેએ હાથ મિલાવ્યા. આ પછી બંને ગળે લગાડી વાતો કરતા આગળ વધ્યા. થોડે દૂર જઈને એણે અટકીને પાછળ જોયું. આ પછી બંનેએ કંઈક વાત કરી અને એકબીજાને તાળીઓ પાડીને સંસદની અંદર ગયા. આ ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનયી છે કે, વર્ષ 2011માં એક ફિલ્મ રિલીઝ થઈ હતી જેનું નામ હતું ‘મિલે ના મિલે હમ’. આ ફિલ્મમાં ચિરાગ પાસવાન લીડ રોલમાં હતો, આ ફિલ્મમાં કંગના રનૌતે અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. ત્યાંથી આ બંને વચ્ચે મિત્રતા છે અને હવે સાંસદ બન્યા બાદ બંનેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.