February 21, 2025

જમુઈમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ, મંદિરથી પાછા ફરતા લોકો પર પથ્થરમારો

Jamui Violence: બિહારના જમુઈ જિલ્લામાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણના સમાચાર સામે આવી રહ્યાં છે. મળતી માહિતી મુજબ, આ અથડામણ હનુમાન ચાલીસાના પાઠને લઈને થઈ હતી. મંદિરથી પાછા ફરતા એક સમુદાયના લોકો પર બીજા સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો. આ પથ્થરમારામાં ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ ઘટના જમુઈ જિલ્લાના ઝાઝા પોલીસ સ્ટેશન હેઠળના બલિયાડીહ ગામની હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઇન્ટરનેટ સેવા બંધ
જમુઈમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણની આ ઘટના રવિવારે બની હોવાનું કહેવાય છે. ઘટનાની નોંધ લેતા પોલીસે 41 લોકો સામે કેસ નોંધ્યો છે. પોલીસે સાવચેતીના ભાગરુપે જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ પર પણ રોક લગાવી દીધો છે. પોલીસે આ ઘટના સંદર્ભે 50-60 અજાણ્યા લોકોને આરોપી બનાવ્યા છે. પોલીસે દરોડા પાડીને 9 લોકોની ધરપકડ કરી.