January 19, 2025

શું વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે? CASનો નિર્ણય ટૂંક સમયમાં આવશે

CAS Decision Vinesh Phogat: પેરિસ ઑલિમ્પિક્સ 2024નો આજે 13મો દિવસ છે. ભારતે અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. નીરજ ચોપરા આજે રાત્રે મેદાન પર ઉતરશે. પરંતુ વિનેશ ફોગાટને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. હવે સવાલ એ છે કે શું વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે? CASનો નિર્ણય ટૂંક સમયમાં આવી જશે.

હરિયાણા સરકારે વિનેશ ફોગાટને લઈને જાહેરાત
હરિયાણાના CMએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘અમારી બહાદુર દીકરી હરિયાણાની વિનેશ વિનેશ ફોગાટે જબરદસ્ત પ્રદર્શન કરીને ઓલિમ્પિકમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. કેટલાક કારણોસર તે ભલે ઓલિમ્પિક ફાઈનલ રમી શકી ન હોય, પરંતુ તે આપણા બધા માટે ચેમ્પિયન છે. વિનેશ ફોગાટનું મેડલ વિજેતાની જેમ સ્વાગત અને સન્માન કરાશે.

આ પણ વાંચો: Neeraj Chopra Final Date Time: નીરજ ચોપરા આજે આ સમયે ઉતરશે મેદાનમાં

વિનેશ ફોગાટની નિવૃતિ
ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. વિનેશ ફોગાટે કહ્યું, મા કુસ્તી જીતી ગઈ હું હારી ગઈ. માફ કરશો, તમારું સ્વપ્ન મારી હિંમત બધું તૂટી ગયું છે. મારી પાસે હવે આનાથી વધુ તાકાત નથી. ગુડબાય રેસલિંગ 2001-2024. હું હંમેશા આપ સૌની ઋણી રહીશ, માફ કરશો.

આ પણ વાંચો: વિનેશ ફોગાટ કેસમાં વિપક્ષનું વર્તન નિંદનીય: નડ્ડા

નીરજની ફાઇનલ મેચ આજે
આજે પેરિસ ઓલિમ્પિક 2024નો 13મો દિવસે નીરજ મેદાન પર જોવા મળશે. ભારતે અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. નીરજ ચોપરાએ મંગળવારે ગ્રુપ-બી ક્વોલિફિકેશનના પ્રથમ પ્રયાસમાં 89.34 મીટરનો શાનદાર થ્રો કરીને પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને આજે તે ફાઇનલ મેચ રાત્રે રમશે. ભારતને નીરજ ચોપરા પાસેથી સોનાની આશા જોવા મળી રહી છે. નીરજની ફાઇનલ મેચ આજે રાત્રે 11.50 કલાકે શરૂ થશે.