December 22, 2024

100 ગ્રામ વજને ‘સંગ્રામ’ બગાડ્યો, ફોગાટે રાતોરાત 2 કિલો વજન ઘટાડ્યું

Vinesh Phogat Weight Loss: પેરિસ ઓલિમ્પિકમાં વિગેશ ફોગટ પાસેથી ગોલ્ડની અપેક્ષા રાખનારા કરોડો ભારતીયોને ઝટકો લાગ્યો છે. માત્ર 100 ગ્રામ વજન વધવાને કારણે વિનેશ ફોગાટને ફાઈનલ પહેલા અયોગ્ય ઠેરવવામાં આવી હતી. જોકે, વિનેશે વજન ઘટાડવા માટે ખુબ જ મહેનત કરી હતી. એટલી મહેનત કર્યા પછી પણ કેવી રીતે વિનેશ માત્ર 100 ગ્રામ માટે ચૂકી ગઈ હતી.

અયોગ્ય જાહેર કરી દેવામાં આવી
વજન ઘટાડવા માટે વિનેશે આખી રાત મહેનત કરતી રહી હતી. 50 કિલો કેટેગરી કરતા 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. આ 100 ગ્રામ વધેલા વજનના કારણે વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરી દેવામાં આવી હતી. હવે તમને સવાલ થતો હશે કે વિનેશે રાતોરાત 2 કિલો વજનને કેવી રીતે ઘટાડ્યું હતું. તો માત્ર 100 ગ્રામ વજન જ કેમ ન ઘટાડી શકી? વજન ઘટાડવા માટે વિનેશે અપનાવેલી પદ્ધતિ કેટલી સાચી છે અને તમે 1 દિવસમાં કેટલા કિલો વજન ઘટાડી શકો છો? આવો જાણીએ તમારા તમામ સવાલોના જવાબ.

1 દિવસમાં 2 કિલો વજન કેવી રીતે ઘટાડવું
જે લોકો 1 દિવસમાં 2 કિલો વજન ઘટાડવા માંગે છે, તેમના આહારમાંથી મીઠું સંપૂર્ણપણે દૂર કરવાનું રહેશે. આપણા અંદર પાણીની માત્રા હોય તેને મીઠામાં સોડિયમની હાજરીને કારણે નષ્ટ થઈ જાય છે. તે વધારાનું પાણી શરીરમાંથી દૂર થઈ જાય છે. જો કે, આ રીતે ઝડપથી વજન ઘટાડવું બિલકુલ સલામત નથી. સામાન્ય રીતે કહીએ તો, જો તમારી આંતરડાની તંદુરસ્તી સ્વચ્છ ન હોય તો તમારું વજન વધે છે. જો તમારું આંતરડું ખાલી છે તો તમારું વજન તરત જ થોડું ઓછું થઈ શકે છે. પરંતુ આ યોગ્ય રીત નથી.

તમે 1 દિવસમાં કેટલા કિલો ઘટાડી શકો છો?
જો આપણે તંદુરસ્ત થઈને વજન ઘટાડવા માંગો છો તો તમે હાર અને કસરત દ્વારા તમે દિવસમાં 1 કિલો સુધી ઘટાડી શકો છો. જે ફળમાં વધારે પાણી હોય તેવા ફળ વધારે ખાવાનું રાખો. જ્યુસ અને લીંબુ જેવી વસ્તુઓને આહારમાં સામેલ કરવી જોઈએ. તમારે તમારી કેલરીની માત્રા ઓછી કરવી પડશે અને શક્ય તેટલું બર્ન કરવું પડશે. આ રીતે તમે 1 દિવસમાં 1 કિલો વજન ઘટાડી શકો છો. તેમાં પણ વોટર રિટેન્શન રહેશે જે બીજા દિવસે વધી શકે છે.

(અમારો આ લેખ માત્ર માહિતી માટે છે , કોઈ પણ સારવારમાં પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસ લો)