હરિયાણા સરકારે વિનેશ ફોગાટને લઈને કરી મોટી જાહેરાત

Vinesh Phogat Paris Olympic 2024 News: હરિયાણા સરકારે વિનેશ ફોગાટને લઈને મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ ગુરુવારે ટ્વીટ કર્યું કે હરિયાણા સરકાર સિલ્વર મેડલ વિજેતાની જેમ વિનેશ ફોગાટનું સ્વાગત અને સન્માન કરશે. જેમાં લખવામાં આવ્યું કે હરિયાણા માટે વિનેશ ચેમ્પિયન છે. હરિયાણામાં ઓલિમ્પિક મેડલ વિજેતાઓને જે સન્માન મળે છે. વિનેશ ફોગાટને પણ રાજ્ય સરકાર તરફથી સમાન સન્માન, પુરસ્કાર અને સુવિધાઓ મળશે.
હરિયાણા સરકાર કેટલું ઈનામ આપે છે?
નિયમો અનુસાર હરિયાણાના ગોલ્ડ મેડલ વિજેતા ખેલાડીને ઈનામ તરીકે 6 કરોડ રૂપિયા આપવામાં આવે છે. સિલ્વર મેડલ વિજેતાને 4 કરોડ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ વિજેતાને 2.5 કરોડ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓને 15 લાખ રૂપિયા ઈનામ તરીકે પણ આપે છે. આ સાથે ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીને ગ્રુપ Aની સરકારી નોકરી આપવામાં આવે છે. સિલ્વર મેડલ વિજેતાને ગ્રુપ-બીની નોકરી આપવામાં આવે છે અને બ્રોન્ઝ મેડલ વિજેતાને ગ્રુપ-સીની નોકરી આપવામાં આવે છે.
આ પણ વાંચો: શું વિનેશ ષડયંત્રના અખાડામાં હારી ગઈ? ફોગાટના ડિસ્ક્વોલિફાઈ થવાને લઈ રાજનીતિ શરૂ
હરિયાણાના મુખ્યમંત્રીનું ટ્વીટ
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે ‘અમારી બહાદુર પુત્રી હરિયાણાની વિનેશ ફોગટે જબરદસ્ત પ્રદર્શન કરીને ઓલિમ્પિકમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. કેટલાક કારણોસર, તે ભલે ઓલિમ્પિક ફાઈનલ રમી શકી ન હોય, પરંતુ તે આપણા બધા માટે ચેમ્પિયન છે. અમારી સરકારે નક્કી કર્યું છે કે વિનેશ ફોગાટનું મેડલ વિજેતાની જેમ સ્વાગત અને સન્માન કરવામાં આવશે. ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતાને હરિયાણા સરકાર જે તમામ સન્માન, પુરસ્કારો અને સુવિધાઓ આપે છે તે વિનેશ ફોગાટને પણ તમામ સુવિધાઓ આપવામાં આવશે. અમને તારા પર ગર્વ છે વિનેશ.