December 29, 2024

ફોગાટ ગોલ્ડ માટે ધોબી પછાડ આપશે, કોંગ્રેસે PMને ટોણો માર્યો

Vinesh Phogat in Wrestling Final: વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને વિનેશ ફોગાટને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું કે તમારી સફળતાની ગુંજ દિલ્હી સુધી સંભળાઈ રહી છે. વિનેશ ફોગાટના શાનદાર પ્રદર્શને દેશવાસીઓને ગૌરવ અપાવ્યું છે. પરંતુ આ વચ્ચે જયરામ રમેશનું ટ્વીટ ખુબ વાયરલ થઈ રહ્યું છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું કે વિનેશ ફોગટ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર કે ગોલ્ડ પ્રાપ્ત કરી લેશે તો શું શું વડાપ્રધાન તેમને બોલાવશે?

ભારતમાં જાતીય સતામણી સામે લડત
મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી ખેલાડીઓને પ્રોત્સાહ આપવા માટે હમેંશા ખેલાડીઓના કોન્ટેકમાં રહેતા હોય છે. પરંતુ પેરિસ ઑલિમ્પિકમાં ભાગ લેતાં પહેલાં તેમણે ભારતમાં જાતીય સતામણી સામે એક લાંબી લડત આપી હતી. તેમણે તે સમયે મોદીને એક ખુલ્લો પત્ર પણ લખ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ મેડલ પરત આપી દેશે. હવે જોવાનું રહ્યું આવી સ્થિતિમાં મોદી તેમને કોલ કરે છે કે નહીં.

શું પીએમ વિનેશને ફોન કરશે?
કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું કે વિનેશ ફોગટ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર કે ગોલ્ડની ખાતરી છે. શું વડાપ્રધાન તેમને બોલાવશે? મહિલા રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચી દીધો છે.

આ પણ વાંચો: Neeraj Chopra Final Date Time: નીરજ ચોપરાની આ દિવસે ગોલ્ડ મેડલ માટે સ્પર્ધા

વિનેશ ફોગાટના આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ
વિનેશ ફોગાટે કોમનવેલ્થમાં 3 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. આ સાથે તેણે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેણે બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે. વિનેશ ફોગાટે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે.