September 20, 2024

Vinesh Phogatને સિલ્વર મળશે કે નહીં? આ દિગ્ગજ લડશે રેસલરનો કેસ

CAS Hearing on Vinesh Phogat Plea: વિનેશ ફોગાટના નસીબનો ફેંસલો આજે થશે, વિનેશને સિલ્વર મેડલ મળશે કે નહીં? આજે તેના પર કોર્ટ ઓફ ઓર્બિટેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં મહત્ત્વનો ફેંસલો આવશે. વિનેશ ફોગાટને ડિસ્ક્વોલિફાઈ કરાયા બાદ સિલ્વર મેડલ આપવાની માગ કરતા અરજી દાખલ કરવામાં આવી છે. તેની અરજી CAS એ સ્વીકાર કરી લીધી છે અને આજે બપોરે 1થી 2 વાગ્યાની વચ્ચે તે અરજી પર સુનાવણી થશે.

હરિશ સાલ્વે લડશે વિનેશનો કેસ
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ તેનો કેસ લડવા માટે વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેને નિયુક્ત કર્યા છે. હરિશ સાલ્વે ભારતના પૂર્વ સોલિસિટર જનરલ છે. જોકે વિનેશ ફોગાટ તરફથી 4 વકીલ ચાર્લ્સ એમસન, હૈબિન એસ્ટલે કિમ, એસ્ટેલે ઇવાનોવા, જોએલ મોનલુઈસ પણ કેસ લડશે, પરંતુ કેસને લીડ હરીશ સાલ્વે કરશે. તમને જણાવી દઈએ કે નિયમો અનુસાર ઓલિમ્પિક ગેમ્સ વચ્ચે 10 દિવસની અંદર કોઈ વિવાદ થતા CAS માં કેસની સુનાવણી થાય છે.

આ પણ વાંચો: સિલ્વર જીત્યા બાદ નીરજ ચોપરાના ઘરે ઉજવણી, માતાએ કહી આ વાત

100 ગ્રામ વધું વજન હોવાના કારણે ડિસ્ક્વોલિફાઈ થઈ ગઈ
આવી હાઈ પ્રેશર મેચો રમ્યા બાદ અમારે બીજા દિવસે ફાઈનલનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ વિનેશ ફોગાટ આરામ કરવાને બદલે એક અલગ જ કસોટીમાં સફળ થવા માટે નીકળી પડી. તેણે 50 કિગ્રા વજન વર્ગમાં ધોરણોને પૂર્ણ કરવા માટે આખી રાત સખત મહેનત કરી. તે આખી રાત ઊંઘી ન હતી અને વિવિધ કાર્યો કરતી રહી જેથી તેનું વજન ધોરણો મુજબ થઈ ગયું. તે આખી રાત જોગિંગ અને દોરડા કૂદતી રહી. સાઇકલ પણ ચલાવી. પરંતુ સવારે આખા દેશ માટે એક ઝટકો લાગે એવા સમાચાર સામે આવ્યા.

પ્રથમ અપીલ ફગાવી દેવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટે અગાઉ CASમાં પિટિશન દાખલ કરીને ગોલ્ડ મેડલ માટે રમવાની તક આપવાની માંગ કરી હતી. જે તેને 100 ગ્રામથી વધુ વજન માટે અયોગ્ય ઠેરવવાની વિરુદ્ધ હતી, પરંતુ તે અરજી ફગાવી દેવામાં આવી હતી. આ પછી વિનેશે સિલ્વર મેડલની માગણી કરતી અરજી દાખલ કરી હતી, જેને સ્વીકારવામાં આવી હતી. વિનેશે અરજીમાં દલીલ કરી છે કે તેણે 6 ઓગસ્ટે તેની પ્રથમ 3 મેચ જીતી હતી. મંગળવારે સવારે તેનું વજન 49.9 કિલો હતું, પરંતુ જેમ જેમ તેનો કઠોર મુકાબલો આગળ વધતો ગયો તેમ તેમ તેના માટે ભૂખ્યા રહેવું અથવા પાણી વિના રહેવું અશક્ય બની ગયું. તેથી ખાધા-પીધા પછી તેનું વજન 2.7 કિલો વધી ગયું. તેણે આખી રાત મહેનત કરીને વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો. સ્પર્ધાના દિવસે તેનું વજન 50 કિલો કરતાં 100 ગ્રામ વધુ હતું, તેથી તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી, પરંતુ તે સિલ્વર મેડલની હકદાર છે અને તેને સિલ્વર મેડલ મળવો જોઈએ.