January 23, 2025

વિનેશ ફોગાટના કેસમાં મોટું અપડેટ, હવે આ દિવસે આવશે ચુકાદો

Vinesh Phogat CAS Verdict live: વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગ ફાઇનલમાં 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ પછી તેણે સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલમાં તેને સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી હતી. આ મામલે આજે (13 ઓગસ્ટ) નિર્ણય આવી શકે છે. વિનેશ ફોગાટના કેસ પર 9 ઓગસ્ટના રોજ લગભગ ત્રણ કલાક સુધી ચર્ચા થઈ હતી. વિનેશનો કેસ પ્રતિષ્ઠિત વકીલ હરીશ સાલ્વે સંભાળી રહ્યા હતા.

નોંધનીય છે કે, પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણીએ પ્રથમ મેચમાં ટોપ સીડ અને ટોક્યો 2020ની ચેમ્પિયન જાપાનની યુઇ સુસાકીને હરાવી હતી. આ પછી, તેણે પૂર્વ યુરોપિયન ચેમ્પિયન યુક્રેનની ઓક્સાના લિવાચને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી. સેમિફાઇનલમાં તેણે ક્યુબાની વર્તમાન પેન અમેરિકન ગેમ્સ ચેમ્પિયન યુસ્નેલિસ ગુઝમેનને હરાવી હતી.

વિનેશ ફોગાટે આ માંગણી કરી હતી
CAS સમક્ષ પોતાની માંગણી મૂકતા વિનેશે કહ્યું હતું કે, ‘તેણી માત્ર તેના વજનની શ્રેણીમાં જ પ્રારંભિક મેચો જીતી છે. આવી સ્થિતિમાં તેને ઓછામાં ઓછો સિલ્વર મેડલ મળવો જોઈએ. હવે જોવું રસપ્રદ રહેશે કે તેમની માંગ પૂરી થાય છે કે નહીં.

ઇમેલ પર આવશે નિર્ણય
વિનેશ ફોગાટના કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. ટાઈમ્સ નાઉ નવભારતે તેના અહેવાલમાં જણાવ્યું છે કે જે પણ નિર્ણય લેવામાં આવશે તેની જાણ પહેલા વિનેશ ફોગટને કરવામાં આવશે. આ પછી આ નિર્ણય જાહેર કરવામાં આવશે. આ નિર્ણય વિનેશને મેઈલ કરવામાં આવશે.

વિનેશે નિવૃત્તિ જાહેર કરી હતી
ફાઈનલ પહેલા અયોગ્ય જાહેર થયા બાદ વિનેશે નિવૃત્તિ જાહેર કરી હતી. નિવૃત્તિની જાહેરાત કરતી વખતે તેણે કહ્યું હતું કે, ‘હવે તેનામાં આ રમત ચાલુ રાખવાની હિંમત નથી.’

નિયમો બદલી શકે છે
જાણકારી અનુસાર વર્લ્ડ રેસલિંગ રેસલર્સના વજનને લઈને નિયમોમાં ફેરફાર થઈ શકે છે. આ અંગે ચર્ચા ચાલી રહી છે. જોકે, નિયમોમાં શું ફેરફાર થશે? આ અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી.