December 26, 2024

વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા આજે જોડાશે કોંગ્રેસમાં

Vinesh Phogat: વિનેશ ફોગાટ બજરંગ પુનિયા આજે બપોરે 1.30 વાગે કોંગ્રેસમાં જોડાવાના છે. કુસ્તી બાદ હવે રાજકારણમાં આવશે પ્રવેશ કરવાના છે. બજરંગ પુનિયાએ જણાવ્યું કે બંને આજે બપોરે 1.30 વાગ્યે કોંગ્રેસમાં જોડાશે.

રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ
હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓમાં વધારો થયો છે. હવે એક માહિતી પ્રમાણે બે મજબૂત કુસ્તી ખેલાડીઓ વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે. બજરંગ પુનિયાએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે બંને આજે બપોરે 1.30 વાગ્યે કોંગ્રેસમાં જોડાશે.

આ પણ વાંચો: પેરિસમાં આજે આ ખેલાડીઓ પાસેથી મેડલની આશા, જાણો 9માં દિવસે ભારતનું શેડ્યૂલ

વિનેશ રાજકારણમાં આવશે તો શું થશે?
વિનેશ ફોગાટની સંભવિત રાજકીય એન્ટ્રી હરિયાણાની રાજનીતિમાં મોટો બદલાવ લાવી શકે છે. વિધાનસભા ચૂંટણીમાં વિનેશ ફોગટની ભૂમિકા હરિયાણાના રાજકારણમાં મહત્વનો વળાંક જોવા મળી શકે છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી 5 ઓક્ટોબરના છે. 8મી ઓક્ટોબરે મતગણતરી થવાની છે. બિશ્નોઈ સમુદાયે આસોજ અમાવસ્યા પર્વમાં ભાગ લેવાની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે. તેઓ તેમના ગુરુ જંબેશ્વરની યાદમાં તે દિવસે તહેવાર ઉજવે છે. રાજસ્થાનના નોખા તાલુકામાં છેલ્લા 490 વર્ષથી દર વર્ષ મેળાનું આયોજન કરવામાં આવે છે.

વિનેશે નિવૃત્તિ લીધી
વિનેશ ફોગાટને ફાઈનલમાં ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ત્યારબાદ તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. લોકોને પહેલો ઝટકો લાગ્યો કે તેને ફાઈનલમાંથી બાકાત કરવામાં આવી હતી, બીજો ઝટકો ત્યારે લાગ્યો કે જ્યારે ફાઈનલમાં વિનેશને બાકાત કરતા વિનેશે નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. ઘણા સ્ટાર એથ્લેટ્સ અને રમતવીરોએ વિનેશના સમર્થનમાં પોસ્ટ કર્યું હતું. ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પણ વિનેશને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા.